આજે થર્ટી ફર્સ્ટની ઉજવણી ઘરમાં જ !

39

સરકારી જાહેરનામાનો ચુસ્ત પણે પાલન થાય એ માટે પોલીસ તંત્ર દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર
“કોરોનાની” મહામારીને પગલે રાજ્ય સરકારે ૩૧ ડીસેમ્બરની ઉજવણી પર પ્રતિબંધ મૂક્યો છે અને લોકો ૩૧ ફસ્ટ ડીસેમ્બર ઘરમાં જ રહીને ઉજવણી કરે એ માટે એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે અને ૩૧ ડીસેમ્બરે કાયદો-વ્યવસ્થા સુપેરે જળવાઈ રહે તે માટે ભાવનગર પોલીસ વિભાગ દ્વારા વિશેષ પગલાંઓ ભરવામાં આવી રહ્યાં છે. દસ માસ વિતવા છતાં પણ હજું સુધી “કોરોના”નો પડછાયો દૂર થયો નથી લોકો હજું પણ આ મહામારીની લપેટમાં સપડાઈ રહ્યાં છે ત્યારે આ વર્ષ ૨૦૨૧નો અંતિમ દિવસ ૩૧ ડીસેમ્બરની ઉજવણી વ્યાપ ના બદલે વ્યક્તિગત રીતે કરવાની સુચનાઓ રાજ્ય સરકારે પ્રજાજનોને આપી છે. જાહેર, કે ખાનગી સ્થળોએ લોકો એકત્રિત ન થાય અને કોઈ પણ હિસાબે ઉજવણી કરવામાં ન આવે તે માટે એક જાહેરનામું પણ પ્રસિદ્ધ કર્યું છે આ મહામારી સિવાય દર વર્ષે ૩૧ ડીસેમ્બરની ભવ્ય ઉજવણીઓ કરવામાં આવે છે. યુવાવર્ગ આ ઉત્સવ પર રીતસર ઓળઘોળ હોય છે આથી આ યુવાવર્ગ ઉત્સાહના ઉન્માદમાં ભાન ભૂલી કાયદો, જાહેરનામાનો ભંગ ન કરે તે માટે પોલીસ તંત્ર દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે જેમાં ૨ એએસપી,ડીવાયએસપી, ૪ પીઆઈ- પીએસઆઈ મળી પોલીસ જવાનો, હોમગાર્ડ જવાનો સાથે એલસીબી, એસઓજી,બોમ્બ ડીસ્પોઝલ સ્કવોડ શહેર જિલ્લામાં ચાંપતી નઝર રાખશે. ખાસ કરીને બુટલેગરો, દેશી,વિદેશી શરાબનો વેપલો કરતાં તત્વો તથા હાઈવે પર આધુનિક ટૅકનોલોજી થી સજ્જ ટીમ દ્વારા કેફી પદાર્થો નું સેવન કરી ફરતાં લોકો ને પકડી ઝેર કરશે તદ્દ ઉપરાંત ખાનગી રિસોર્ટ ફાર્મ હાઉસો દરિયા કિનારે સહિતના સ્થળોએ ભીડ એકઠી ન થાય તે અંગે એલર્ટ રહેશે.
૩૧ ડીસેમ્બરની ઉજવણી ન કરવા જીઁ એ આદેશ કર્યો
ભાવનગર શહેર-જિલ્લા માં કોરોના મહામારીના વધતાં જતાં કેસ અન્વયે ભાવનગર ના એસપી જયપાલસિંહ રાઠૌર એ જાહેર જનતાને અનુરોધ કર્યો છે કે કોવિડ સંક્રમણને ટાળવા આજરોજ ૩૧ ડીસેમ્બરે શહેર-જિલ્લામાં ચાર રસ્તા સર્કલ કે અન્ય કોઈપણ સાર્વજનિક સ્થળોએ ઉજવણી માટે એકઠાં ન થવું આમ છતાં જો કોઈ વ્યક્તિ ઓ જાહેર સ્થળોએ કે ચાર રસ્તા પર ૩૧ ડીસેમ્બરની ઉજવણી માટે એકઠાં થશે તો કડક પગલાં લેવામાં આવશે આથી લોકો આ પર્વની ઉજવણી ઘરમાં રહી ને જ કરે એ જાહેર આરોગ્ય ની બાબતો માટે શ્રેષ્ઠ રહેશે.
આ વખતે પણ પીધલીઓની ખેર નથી : પોલીસ
છાંટો-પાણીનાં શોખીનો સાવધાન…! પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસારજાહેર માર્ગો પર મદિરાનુ સેવન કરીને નિકળ્યા અને પોલીસની ઝપ્ટે ચડ્યાં તો જ હોસ્પિટલ ભેગાં કરી દેવામાં આવશે જયાં કોવીડ-૧૯ ટેસ્ટ બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યે પ્રોહિબિશનના કાયદા મુજબ આકરી કાર્યવાહી માટે તૈયાર રહેવું પડશે આથી વાર-તહેવાર કે પ્રસંગોપાત માહોલ ગુલાબી કરવાના શોખીનો આવતા ચોવીસ કલાક માટે સાવધાન રહેવું અન્યથા નવું વર્ષ કારાગૃહમાં કે હોસ્પિટલમાં પસાર કરવાની નોબત આવી શકે છે….!