GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

157

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
પ૦૬. ‘નીતા એ નવરાત્રીમાં નકોરડા ઉપવાસ કર્યા’ – રેખાંકિત શબ્દનો સમાસ ઓળખાવો ?
– દ્વિગુ
પ૦૭. ‘હું માનવી માનવ થાંઉ તો ઘણું’ – પંકિતમા કયો અલંકાર સમાયેલો છે ?
– શ્લેષ
પ૦૮. ‘ઉંટ મારવું પડે એવી તરસ લાગી’ – રૂઢિપ્રયોગનો અર્થ શો થાય ?
– ખુબ તરસ લાગવી
પ૦૯. રવાનુકારી શબ્દપ્રયોગ શોધો – ‘ટપટપ ટેટાં તુટવા મંડયા અને વરસાદ પડ્યો’
– ટપટપ
પ૧૦. ‘પાણી પંથા’ માટે કઈ વાત સારી છે ?
– પુરના પાણીની ઝડપે દોડનાર

પ૧૧. જે શબ્દ કોઈ ચોકકસ વ્યકિત, સ્થાન કે પદાર્થની ઓળખ સુચવે છે તે શબ્દને શું કહે છે ?
– સંજ્ઞા
પ૧ર. ‘આવતા ઝાલીશ બાણે હો’ વાકયનું કર્મણિ વાકય છે ?
– આવતા ઝલાશે બાણને, હો!
પ૧૩. નીચની પંકિતમાં કયો અંલકાર નિરૂપાયેલો છે ? – ‘કામિની કોકિલા કેલી કુંજન કરે’
– વર્ણાનુપ્રાસ
પ૧૪. નીચેના પૈકી કયો શબ્દ ગુજરાતી ભાષામાં વપરાતો ‘પ્રોસ તત્વવાળો દ્વિરુકત પ્રયોગ’ છે ?
– ચડતી પડતી
પ૧પ. ‘આજની ઘડી- રળિયામણી’ એ કાવ્યનો પ્રકાર કયો ?
– ભકિતગીત
પ૧૬. વિરોધી અર્થ ધરાવતી એક કહેવત નથી – મારે તેની તલવાર
– બળિયાના બે ભાગ
પ૧૭. નીચેના સામાસિક શબ્દોમાંથી એક કર્મધરાય સમાસનું ઉદાહરણ છે ?
– દેહલતા
પ૧૮. ‘મેશ્વાએ દિવાલ પર ચાક વડે લીટા કર્યા’ – આ વાકયમાં કઈ વિભકિતનો ઉપયોગ થયો છે ?
– કરણ વિભકિત
પ૧૯. ઉત્પ્રેક્ષા અંલકાર નિરૂપતું વાકય કયું છે ?
– દમયંતીનું મુખ જાણે પુનમનો ચાંદ
પર૦. મંદાક્રાન્તા છંદનું ઉદાહરણ કયું છે ?
– તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો
પર૧. રેખા ભાવિકને ખવડાવીને ખાય છે. – રેખાંકિત શબ્દ કયો કૃદન્તનો છે ?
– સંબંધક ભૃતકૃદન્ત
પરર. નીચેનામાંથી કયો શબ્દ ‘વસંત’ શબ્દનો સમાનાર્થી શબ્દ નથી ?
– પર્જન્ય
પર૩. નીચેનામાંથી ‘વિજળી’ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ?
– દામિની
પર૪. નીચેનામાંથી કયો શબ્દ ‘વાચાળ’ શબ્દનો વિરોધી છે ?
– મુક
પરપ. ‘શોકાવેશે હૃદય ભરતી કંપતિ ભીતિઓથી’ – આ કયા છંદનું ઉદાહરણ છે ?
– શિખરિણી
પર૬. ‘અમારા એ દાદ, વિપુલ વડના ઝુંડ સરખા’ – આ કયા છુદનું ઉદાહરણ છે ?
– શિખરિણી
પર૭. ‘સદરાર અટલે સરદાર’ – આ કયા અલંકારનું ઉદાહરણ છે ?
– અનન્વય અલંકાર
પર૮. મનહૃદય જાણે હળવાંફુલ થઈ જતાં હોય એમ લાગે છે, આ કયો અલંકાર છે ?
– ઉત્પ્રેક્ષા
પર૯. નીચેનામાંથી કયું દ્વન્દ્વ સમાસનું ઉદાહરણ છે ?
– વાડીવજીફો
પ૩૦. ‘સ્વયંવર’ કયો સમાસ છે ?
– બહુવ્રીહિ
પ૩૧. ‘કોઈની સાથે સરખાવી શકાય નહી તેવું’ માટે એક શબ્દ આપો.
– અનુપમ
પ૩ર. ‘વૃદ્ધાવસ્થા કે મૃત્યુ ન આવે તેવું’ માટે એક શબ્દ આપો
– અમજરામર
પ૩૩. ‘નિઃ + તેજ’ની સંધિ જોડો
– નિસ્તેજ
પ૩૪. ‘વિષમ’ની સંધિ છોડો.
– વિઃ+ સમ
પ૩પ. નીચેનામાંથી કઈ જોડણી સાચી છે ?
– જૂઠાણું

Previous articleભારતીય ટીમ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને ટેસ્ટ ક્રિકેટમાં અન્ય ટીમોની તુલનામાં શ્રેષ્ઠ વર્ષ પૈકીનું એક : ડુમિની
Next articleખેડૂતોને કિસાન નીધિનો ૧૦મો હપ્તો આપતા : વડાપ્રધાન