શિવાજી સર્કલ ખાતે આયોજિત ક્રિકેટ ટૂર્નામેન્ટની મુલાકાત લઇ ખેલાડીઓને પ્રોત્સાહિત કરતાં સંઘવી

46

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે જૈન સોશ્યલ ગૃપ ઇન્ટરનેશનલ ફેડરેશન, સૌરાષ્ટ્ર રિજિયન દ્વારા સેન્ટ મેરી સ્કૂલ, શિવાજી સર્કલ ખાતે આયોજિત ક્રિકેટ ટૂર્નામેન્ટની મુલાકાત લઇ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતાં. ગૃહ રાજ્ય મંત્રીએ ક્રિકેટની રમતના પોતાનાં કૌશલ્યનું નિદર્શન કરતાં થોડીવાર બેટિંગ પણ કરી હતી. આ અવસરે મેયર કિર્તીબાળા દાણીધારીયા, ડેપ્યુટી મેયરશ્રી કુમાર શાહ, સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન ધીરૂભાઇ ધામેલીયા, મ્યુનિસિપલ કમિશનરશ્રી એમ.એ. ગાંધી, કલેક્ટર યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.પ્રશાંત જિલોવા, શહેર ભા.જ.પા. પ્રમુખ રાજીવ પંડ્યા સહિતનાં પદાધિકારીઓ- અધિકારીઓ તથા જૈન સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.