ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા-આંબલામાં રવિવારે “સ્વયંપાક” કાર્યક્રમ યોજાયો

41

ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના આંબલાની રાષ્ટ્રીય વિરાસત શાળા ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળામાં ભાવનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના ઈ. આઈ. પ્રતિપાલસિંહ ગોહિલની પરિવાર સાથેની પ્રેરક ઉપસ્થિતિમાં શાળાના વિશાળ મેદાનમાં “સ્વયંપાક” કાર્યક્રમ યોજાઈ ગયો.વિદ્યાર્થી ભાઈ-બહેનોને જુદી-જુદી પાંચ ટુકડીમાં વહેંચી દરેક વિદ્યાર્થીને રૂ.૧૦૦/-નું બજેટ આપવામાં આવેલ.વિધાર્થીઓએ બપોર અને સાંજ એમ બે ટંકનું મેનુ તૈયાર કર્યું. વિદ્યાર્થી ભાઈ-બહેનો તથા શાળાના તમામ કાર્યકરોએ પરિવાર સાથે આયોજન પ્રમાણે રસોઈ બનાવી ભોજનનો આનંદ માણ્યો હતો. વિદ્યાર્થીઓમાં મેનેજમેન્ટ, એડજસ્ટમેન્ટ, પરિવાર ભાવના,રસોઈ બનાવવાના કૌશલ્યો વિકસે તેવા શુભાશય સાથે “સ્વયંપાક” કાર્યક્રમએ જીવનનો યાદગાર પ્રસંગ બની ગયો.આ તકે ઉપસ્થિત શ્રી પ્રતિપાલસિંહ ગોહિલ આ કાર્યક્રમથી રાજીપો વ્યક્ત કરી વિધાર્થીઓ અને માર્ગદર્શકોને બિરદાવ્યા હતા. શાળાના આચાર્ય વાઘજીભાઈ કરમટિયાના માર્ગદર્શન મુજબ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થા પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી.