અંધ અભ્યુદય મંડળ દ્વારા જરૂરીયાતમંદ પ્રજ્ઞાચક્ષુ પરિવારોને ૯૦મી વાર અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું…

30

૨૨ પ્રજ્ઞાચક્ષુ પરિવારોને અન્નપૂર્ણા યોજના અંતર્ગત માસિક અનાજકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તા.૦૪/૦૧/૨૨ ને મંગળવારનાં રોજ અંધ અભ્યુદય મંડળ ભાવનગર દ્વારા અંધ શાળા ખાતે આર્થિક રીતે પછાત અને જરૂરીયાતમંદ પ્રજ્ઞાચક્ષુ પરિવારોને અનાજકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. મંડળના પ્રમુખ લાભુભાઈ ટી. સોનાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે મંડળનો આ અનાજકીટ વિતરણનો ૯૦મો માસિક કાર્યક્રમ છે. આ પ્રંસગે કિર્તીભાઈ શાહ, મહેશભાઈ પાઠક, પંકજભાઈ ત્રિવેદી, કનુભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હસમુખભાઈ ધોરડાએ કર્યું હતું. અત્રે એ નોંધવું ઘટે કે અંધ અભ્યુદય મંડળ દ્વારા પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓને પ્રતિમાસ અનાજકીટનું વિતરણ કરવામાં આવે છે.