નવાં સાંગાણા ગામની સીમમાંથી પરપ્રાંતિય શરાબના જથ્થા સાથે બે બુટલેગરો ઝડપાયા

83

LCB એ રૂપિયા ૩૫,૨૫૦નો મુદ્દામાલ કબ્જે કર્યો
ભાવનગર લોકલ ક્રાઈમબ્રાન્ચની ટીમે તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન મળેલી ચોક્કસ બાતમી આધારે સાંગાણા ગામની સીમમાંથી ૩૫ હજારના ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે બે શખ્સોની ધડપકડ કરી હતી. સમગ્ર બનાવ અંગે ભાવનગર ન્ઝ્રમ્ કચેરીએથી જાણવા મળતી વિગતો અનુસાર ટીમ તળાજા તાલુકાના ગ્રામ્ય પંથકમાં પેટ્રોલીંગ પર હોય તે દરમ્યાન બાતમીદારો એ ચોક્કસ બાતમી આપી હતી કે નવાં સાંગાણા ગામની સીમમાં ઈંગ્લીશ શરાબનુ વેચાણ થાય છે જે અન્વયે નવાં સાંગાણા ગામની સીમમાં વોરાવાડી તરીકે ઓળખાતાં વિસ્તારમાં વાડી ધરાવતા રવિરાજ ઉર્ફે પીન્ટુ પ્રવિણ સરવૈયા ની વાડીમાં દરોડો પાડી અલગ અલગ બ્રાન્ડ ની પરપ્રાંતિય બનાવટની શરાબની બોટલ કિંમત રૂ ૩૫,૨૫૦/- વિના પાસ પરમિટે મળી આવતા આ શરાબનો જથ્થો કબ્જે કરી વાડી માલિક રવિરાજ ઉર્ફે પિન્ટુ સરવૈયા તથા આ વાડીમાં કામ કરતાં હર્ષદ દેવા ગોહિલ રે કુંઢેલી વાળાની પ્રોહિબિશન એક્ટ હેઠળ ધડપકડ કરી આરોપી તથા મુદ્દામાલ ને તળાજા પોલીસને સોંપી વધુ તપાસ હાથ ધરી હતી.