ભાવનગરના વકીલોની ક્રિકેટ ટીમનો રાજકોટ સામે ભવ્ય વિજય

39

રવિવારે જામનગર સામે ભાવનગરની ટીમ રાજકોટમાં રમશે
લોયર્સ સ્પોર્ટસ ફાઉન્ડેશન રાજકોટ આયોજીત સ્વ.શૈલેષ પરસોંડા મેમોરીયેલ ઓપન સૌરાષ્ટ્ર – કચ્છ ટી-૨૦ સીઝન ક્રિકેટ ટુર્નામેન્ટની પ્રારંભીક મેચ રવિવારે રાજકોટના માધવરાવ સીંધીયા ક્રિકેટ ગ્રાઉન્ડ (રેસકોર્સ) ખાતે એન્ડ્રોઇડ ઇલેવન રાજકોટ વિરૂદ્ધ ભાવનગર કોર્ટ સ્ટાફની એક રોમાંચક મેચ રમાયેલ. આ મેચમાં એન્ડ્રોઇડ ઇલેવન રાજકોટે પ્રથમ બેટીંગ કરી નિર્ધારીત ૨૦ ઓવરમાં ૧૦૭ રન બનાવેલ જેના જવાબમાં ભાવનગર કોર્ટ સ્ટાફની ટીમે એક વિકેટ ગુમાવી ટારગેટ ચેઝ કરી ૯ વિકેટે હરાવી ભવ્ય જીત હાંસલ કરેલ. આ મેચમાં ભાવનગર ટીમના કેપ્ટન જયદીપ અંધારીયાને અણનમ ૫૮ રન તથા ૪ ઓવરમાં માત્ર ૧૪ રન આપી ૧ વિકેટ મેળવવા બદલ મેન ઓફ ધી મેચ જાહેર કરવામાં આવેલ પ્રકાશ રંગાણી એ અણનમ ૩૩ રન બનાવેલ. બોલિંગમાં મીતેશ આલે ૪ ઓવરમાં ૧૭ રન આપી ૧ વિકેટ, કિશોર ભાટકીયાએ ૪ ઓવરમાં ૨૩ રન આપી ૨ વિકેટ, મિતેષ વ્યાસે ૩ ઓવરમાં ૧૫ રન આપી ૧ વિકેટ, અપુર્વ ગોહેલે ૧ ઓવરમાં ૭ રન આપી ૧ વિકેટ, બ્રિજેશ પઢીયારે ૨ ઓવરમાં ૭ રન આપી કરકસરયુકત બોલીંગ કરી જીતમાં યોગદાન આપેલ. આ જીત બદલ પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ જજ આર.ટી.વચ્છાણીએ ટીમના દરેક સભ્યોને શુભેચ્છા પાઠવેલ. ભાવનગર કોર્ટ સ્ટાફની ટીમનો આગામી મુકાબલો તા.૯-૧ના રોજ જામનગરની ટીમ સાથે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ પર થશે.