પ્રધાનમંત્રીના દીર્ઘાયુ માટે સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે યજ્ઞ અને પ્રાર્થના કરવામાં આવી

97

જય શ્રી સ્વામિનારાયણ તારીખ-૦૫-૦૧-૨૦૨૨ ના રોજ પંજાબની અંદર પ્રધાનમંત્રીના કાફલાને ૨૦ મિનિટ રોકી અને જે સુરક્ષાની ભયંકર ચૂક થઈ છે જેને કારણે પ્રધાનમંત્રીના જીવને જોખમ થયું છેતે માટે સ્વામીનારાયણ મંદિરવડતાલ ધામ સંચાલિત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામના કોઠારી સ્વામીશ્રી હરિપ્રકાશદાસજી એવંસ્વામી વિવેકસાગરદાસજી આ ઘટનાને કઠોર શબ્દોમાં વખોડી છે. મોદી સાહેબ એ ગુજરાતના પનોતા પુત્ર છે રાષ્ટ્રને અને જનતાને પ્રધાનમંત્રીની ખૂબ ચિંતા છે તે માટે શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં આજે હનુમાન ચાલીસાનો યજ્ઞ કરવામાં આવ્યો અને પ્રધાનમંત્રીજી ખૂબ જ દીર્ઘાયુ થાય, શતાયુ થાય અને નિરોગી રહે અને કષ્ભંજનદેવ હનુમાનજી મહારાજ પ્રધામંત્રીના તમામ દુઃખોને દૂર કરે એવી દાદાને પ્રાર્થના કરવામાં આવી.વડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિર ટેમ્પલ બોર્ડ અને પરમ પૂજ્ય ધર્મધુરંધર આચાર્ય મહારાજશ્રી અને તમામ મોટેરા સંતો સાથે મળી અને પ્રધાનમંત્રી માટે ભગવાનને પ્રાર્થના કરવામાં આવી છે કે નરેન્દ્રમોદીજી હંમેશા સુરક્ષિત રહે, નિરોગી રહે એ સાથે જય શ્રી સ્વામિનારાયણ..