ધોનીએ પાક.ના બોલર હરીશને સીએસકેનું ટીશર્ટ આપ્યું

99

નવી દિલ્હી,તા.૮
મહેન્દ્રસિંઘ ધોની આંતરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત થઈ ગયા પછી પણ લોકોના દિલ જીતી રહ્યો છે. એમ.એસ.ધોનીના ચાહકો અનેક છે અને તેમાનો એક છે પાકિસ્તાન પેસર હરીસ રઉફ. હરીસ રઉફ ધોનીનો ફેન છે. વર્લ્‌ડટી-૨૦ની ભારત પાકિસ્તાન દરમિયાન ટીમ ઈન્ડિયાના મેન્ટર તરીકે ગયેલા ધોની સાથે રઉફની મુલાકાત મેદાન પર થઈ હતી. પોતાના આદર્શને મળીને રઉફ ગળગળો થઈ ગયો હતો. દરમિયાન ધોની અને રઉફની તસવીરો પણ ખૂબ વાયરલ થઈ હતી. એ વખતે રઉફે ધોની પાસે ગિફ્ટ માંગી હતી. આ ગિફ્ટ એમએસ ધોનીએ આપી દીધી છે. ધોનીએ રઉફને વચન આપ્યું હતું કે તે પોતાની જર્સી આપશે. દરમિયાન એમએસ ધોનીએ રઉફને ચેન્નાઈ સુપરકિંગ્સને ૭ નંબરની જર્સી ગિફ્ટ કરી છે રઉફ પાકિસ્તાનમાં જર્સી મળતા જ ખૂબ ખુશ થઈ ગયો હતો. લેજન્ડ અને કેપ્ટન કુલ એમ.એસ. ધોનીએ મને તેની નંબર ૭ જર્સીથી સન્માનિત કર્યો છે. હજુ પણ તે પોતાની શાખ અને દયાળુ સ્વભાવથી લોકોના દિલ જીતી રહ્યો છે. ખૂબ ખૂબ આભાર હરીસ પાકિસ્તાનનો બોલર છે અને હાલમાં ઓસ્ટ્રેલિયામાં બીગ બેશ લીગમાં રમી રહ્યો છે. તે મેલબર્ન સ્ટાર્સનો ખેલાડી છે અને વર્લ્‌ડટી-૨૦ દુબઈનો સ્ટાર બોલર રહ્યો હતો. હરીસે સેકેન્ડ હાઇએસ્ટ વિકેટ ટેકર હતો. સીએસકેના ખેલાડી રસલે હરીસ રઉફના સંદેશાનો વળતો જવાબ આપ્યો છે. રસલે લખ્યું કે આ અમારા કેપ્ટનની ખાસિયત છે.
તે જે બાબતનું વચન આપે છે તે નિભાવી જાણે છે.

Previous articleછેલ્લા બે વર્ષ બધા માટે ઉતાર-ચડાવવાળા રહ્યા : શિલ્પા
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે