Dysp સફીન હસન ટીમ સાથે મેદાનમાં

148

હેવમોર ચોક-તળાવ વિસ્તારમાં દબાણો હટાવ્યા : વિના માસ્કે ફરતાં લોકોને માસ્કનુ કર્યું વિતરણ
સિટી ડીવાયએસપી સફીન હસન તથા ટીમે શહેર મધ્યે આવેલ હેવમોર ચોક ગંગાજળીયા તળાવ તથા શાક માર્કેટમાં ફૂટ પેટ્રોલીંગ હાથ ધરી ટ્રાફિકને અડચણરૂપ લારી ધારકો વાહનો તથા પથરણા વાળાઓને હટાવ્યા હતાં તથા બજારમાં વિના માસ્કે ફરતાં લોકો ને માસ્ક આપી કોરોનાની ગાઈડલાઈનો નું ચુસ્ત પાલન કરવા તાકીદ કરી હતી. મકરસંક્રાંતિ નું પર્વ નજીક આવી રહ્યું છે ત્યારે ભાવનગર શહેરમાં શહેર ઉપરાંત તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો શહેરમાં ખરીદી કરવા આવી રહ્યાં છે અને હાલ ચાલી રહેલી કોરોના મહામારીની ત્રીજી લહેરને પગલે મહામારીનુ સંક્રમણ પણ વ્યાપકપણે ફેલાવાની શક્યતાઓ ને ધ્યાનમાં રાખીને સિટી ડીવાયએસપી સફીન હસન શહેર ટ્રાફિક પોલીસ વિભાગના કાફલા સાથે હેવમોર ચોક ગંગાજળીયા તળાવ શાક માર્કેટ માં ફૂટ પેટ્રોલીંગ હાથ ધર્યું હતું જેમાં સૌપ્રથમ ઘોઘાગેટ પોલીસ ચોકી આસપાસ ઉભાં રહેતા લારી તથા રોડપર પથરણા પાથરી શાકભાજી ફળફળાદિ સાથે અન્ય ચિઝવસ્તુઓનુ વેચાણ કરતાં આસામીઓને રોડપરથી હટાવ્યા હતાં ઉપરાંત બિઝનેસ સેન્ટર સામે રોડપર દબાણ કરી પથરણા પાથરી ધંધો કરતાં શાકભાજી વાળાઓને પણ રોડ તથા પાર્કિંગ ની જગ્યાએ થી દુર ઉચિત સ્થળે ધંધો કરવા અને અહીં દબાણ ન કરવા કડક શબ્દોમાં ચેતવણી આપી હતી એ સાથે બિઝનેસ સેન્ટરના ચોકીદારોને પણ એકમના મુખ્ય પાર્કિંગ સિવાય રોડપર વાહનો પાર્ક ન થાય એ અંગે સૂચનાઓ આપી હતી તથા અહીં ટ્રાફિક પોંઈન્ટ પર ફરજરત ટ્રાફિક જવાનોને પણ જણાવ્યું હતું કે આ વાણીજ્યક એકમ આસપાસ રોડપર કોઈ પણ હિસાબે અડચણરૂપ દબાણો કે વાહન પાર્ક કરનાર વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવી ત્યાંથી કાફલો શાક માર્કેટ તરફ આગળ વધ્યો હતો જેમાં રોડપર આડેધડ પાર્ક કરેલ વાહનો તત્કાળ ટોઈંગ કરાવી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો તેમજ શાક માર્કેટ વિસ્તારમાં ફ્રૂટ તથા શાકભાજી ની લારી ધરાવતા લોકો ને પણ ટ્રાફિકને અડચણરૂપ ન થાય તથા ટ્રાફીકજામ અને ખોટી ભીડ ન સર્જાય તે માટે કાળજી રાખવા જણાવ્યું હતું અને ગંગાજળીયા તળાવમાં આડેધડ રીક્ષા સહિતના વાહનો પાર્ક કરતાં વાહન ચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ ડ્રાઈવ દરમ્યાન રોડપર વિના માસ્કે ફરતાં લોકો-રાહદારીઓ વેપારીઓ ને માસ્ક આપી ડીવાયએસપી હસને કોરોનાની ગાઈડલાઈન નું ચુસ્ત પણે પાલન કરવા જણાવ્યું હતું.

Previous articleપ્રવર્તમાન કોવિડની પરિસ્થિતિને અનુલક્ષીને શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ સર ટી. હોસ્પિટલની મુલાકાત લીધી
Next articleપીએમ પર હુમલાના પ્રયાસના વિરોધમાં સિહોરમાં રેલી