પ્રમુખ હરેશ ગુજરાતીને વલ્લભીપુર શહેરના સહ પ્રભારી તરીકે નવી જવાબદારી સોંપાઈ
ભાવનગરના વલ્લભીપુર બારપરા સાંસ્કૃતિક મંડળ ખાતે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા કોરોના જનજાગૃતિ માટે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં જિલ્લા- તાલુકાઓ, શહેરની ટીમો અને અલગ-અલગ પ્રદેશ નેતાઓ દ્વારા કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આપના નેતા મહેશ સવાણી સહિતના આપ અગ્રણીઓએ શહેરમાં માસ્ક વિતરણ કર્યું હતું. આ મિટિંગમાં મહેશ સવાણી અને રાજભા ઝાલા તેમજ જિલ્લા પ્રમુખ હસમુખ દોમડીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વલ્લભીપુર તાલુકા પ્રભારી ધરમવીરસિંહ ગોહિલ તેમજ વલ્લભીપુર નગર સેવક ભાર્ગવ મહેતા અને વલ્લભીપુર તાલુકાનાં પ્રમુખ બનભા મોરી (તોતણીયાળા) અને ઉમરાળા તાલુકા પ્રમુખ અજય ખાખરીયાએ દીપ પ્રાગટ્ય કરીને મિટિંગનો શુભારંભ કર્યો હતો. આ તકે હાલના પ્રમુખ હરેશ ગુજરાતીને વલ્લભીપુર શહેરના સહ પ્રભારી તરીકે નવી જવાબદારી સોંપવામાં આવી હતી. તેમની જગ્યાએ નવા પ્રમુખ તરીકે સોલંકી વિક્રમસિંહ વાઘજીભાઈ અને તાલુકાના સહ પ્રભારી તરીકે આરીફ ખાન પઠાણને જવાબદારી સોપવામાં આવી હતી. પ્રદેશની તેમજ ભાવનગર જિલ્લા ટીમનું સ્વાગત તથા આભાર વિધિ યુવા પ્રમુખ પ્રદીપકુમાર પરમાર તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. આપના કાર્યકર્તાઓ અને હોદ્દેદારોએ પ્રદેશ નેતા મહેશ સવાણીની આગેવાનીમાં વલભીપુરની આમ જનતાને માસ્ક વિતરણ કર્યું હતું. આ માટે વલભીપુરની શાક માર્કેટ જેવા વિસ્તારોમાં અલગ-અલગ દુકાને ચાલતા જઇને લોકોને માસ્ક પહેરાવવામાં આવ્યા હતા. સ્થાનિકોએ આમ આદમી પાર્ટીની 2022માં સરકાર બને તે માટે પાર્ટી નેતાઓને શુભેચ્છા પાઠવી હતી.
















