વેસ્ટ ઈન્ડિઝ સામેની સીરિઝમાં ટીમ ઇન્ડિયાની કમાન રોહિત સંભળાશે

159

,મુંબઇ,તા.૧૮
વિરાટ કોહલીએ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ છોડી દીધી છે. આવી સ્થિતિમાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે વ્હાઇટ બોલ ક્રિકેટમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન બની ચૂકેલા રોહિત શર્માને હવે ટેસ્ટ મેચમાં પણ કમાન મળી શકે છે. કોહલીએ ટેસ્ટ કેપ્ટનશીપ છોડતાંની સાથે જ રોહિત શર્મા ફિટ હોવાના અહેવાલો આવવા લાગ્યા છે તે હકીકત દ્વારા પણ આનો સંકેત મળ્યો છે. દક્ષિણ આફ્રિકા સામેની સીરિઝ પહેલા રોહિત શર્મા અને વિરાટ કોહલી વચ્ચે અણબનાવના સમાચાર આવ્યા હતા. આ પછી રોહિત અચાનક ઈજાના કારણે દક્ષિણ આફ્રિકા સામેની મેચો માટે ટીમ ઈન્ડિયાની બહાર થઈ ગયો હતો. પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે પ્રેક્ટિસ દરમિયાન તેને હાથમાં ઈજા થઈ હતી પરંતુ, બાદમાં કહેવામાં આવ્યું હતું કે તેની માંસપેશીઓ ખેંચાઈ ગઈ હતી. ઘણા રિપોર્ટ્‌સમાં એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે, રોહિત વિરાટની કેપ્ટન્સીમાં રમવા માંગતો નથી અને તેથી જ તેણે ઈજાના નામે પોતાનું નામ પાછું ખેંચી લીધું છે પરંતુ, હવે એવા અહેવાલો છે કે હિટમેન સ્વસ્થ થઈ રહ્યો છે અને આવતા મહિને તે વાપસી કરી શકે છે.બીસીસીઆઈના એક સૂત્રએ પીટીઆઈને કહ્યું, ‘રોહિતનું પુનર્વસન બેંગ્લોરમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં સારું ચાલી રહ્યું છે.વેસ્ટ ઈન્ડિઝ સિરીઝ સુધી તે સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે તેવી અપેક્ષા છે. તેમાં માત્ર ત્રણ અઠવાડિયા બાકી છે. વેસ્ટ ઈન્ડિઝ સામે સિરીઝની પ્રથમ મેચ ૬ ફેબ્રુઆરીએ અમદાવાદમાં રમાશે. ત્યાં સુધીમાં તે સંપૂર્ણ રીતે ફિટ થઈ જશે. હિટમેન માટે હેમસ્ટ્રિંગ સ્ટ્રેઈન ગંભીર સમસ્યા બની ગઈ છે. સાઉથ આફ્રિકા સિરીઝ સિવાય, તેને આ સમસ્યાને કારણે ૨૦૨૦-૨૧માં ઓસ્ટ્રેલિયા પ્રવાસની પ્રથમ બે ટેસ્ટ મેચ તેમજર્ ંડ્ઢૈં અને ્‌૨૦ સિરીઝ અધવચ્ચે જ છોડવાની ફરજ પડી હતી. ત્યારબાદ તે સિડનીમાં બે સપ્તાહની ક્વોરેન્ટાઈન પીરિયડ ગાળ્યા બાદ બાકીની બે ટેસ્ટ મેચ માટે ટીમમાં પાછો ફર્યો હતો.રોહિતે જ્યારે પુનરાગમન કર્યું ત્યારે ટીમમાં વિરાટ કોહલી નહોતો. રોહિતને મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો પણ સપોર્ટ છે.રોહિતનું બેટ છેલ્લા કેટલાક સમયથી વનડે અને ટી-૨૦માં પણ અજાયબી કરી રહ્યું છે. આવી સ્થિતિમાં ટીમને અત્યારે રોહિતના અનુભવની ખૂબ જરૂર છે.૨૦૨૩ના વર્લ્‌ડ કપ સાથે પણ હિટમેનને ફિટ રહેવું પડશે.અમે ત્યારે જ વર્લ્‌ડ ચેમ્પિયન બની શકીશું જ્યારે અમારા અનુભવી ખેલાડીઓ કોઈપણ પ્રકારની ઈજા વિના અને પરસ્પર મતભેદો ભૂલીને સાથે આવશે.