ભાવનગરમાં સિક્સલેનનુ કામ માર્ચના અંત સુધીમાં પૂર્ણ કરવા કંપનીને મેયરે કડક સુચના આપી

161

છેલ્લા બે વર્ષથી ચાલતી કામગીરી હજુ સુધી 50 ટકા જેટલી પણ થઈ નથી
ભાવનગરના ગૌરવપથ પર બની રહેલા બ્રિજના કામ તથા સિક્સલેનના કામ પૂર્ણ કરવા આજે મેયરે જવાબદાર લોકોને જણાવ્યું હતું. મેયરે કમિશ્નર સહિતના અધિકારીઓને સાથે રાખી મુલાકાત લઈ જવાબદાર લોકોને કામ પૂર્ણ કરવા તાકીદ કરી હતી અને માર્ચના અંત સુધીમાં કામ પુર્ણ કરવા સુચના આપી હતી.

ભાવનગરના ગૌરવપથ પર પ્રથમ ઓવરબ્રિજ અને સિક્સ લેન રોડ બની રહ્યા છે છેલ્લા બે વર્ષથી ચાલતી કામગીરી હજુ સુધી 50 ટકા જેટલી પણ થઈ નથી. ત્યારે આજે ગૌરવ પથ પરથી પસાર થતાં વાહનચાલકો અને લોકોને પડતી મુશ્કેલીઓને ધ્યાને લઇ મેયર કીર્તિ દાણીધારીયાએ કમિશ્નર એમ.એ. ગાંધી સહિત રોડ વિભાગના અધિકારીઓ અને કોર્પોરેટરો સાથે બ્રિજની રૂબરૂ મુલાકાત લીધી હતી અને કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું. હાલમાં ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કરીને કોન્ટ્રાક્ટરના જવાબદાર અધિકારીઓને ડિવાઈડરની અંદર સિક્સલેનના રોડનું કામ માર્ચ અંત સુધીમાં પૂર્ણ કરવા તાકીદ કરી હતી. આ ઉપરાંત જમીન સંપાદનના જે ઇસ્યુ છે તે સાથે મળી ઉકેલવામાં આવશે તેમ જણાવ્યું હતું. તેમજ બ્રિજનું કામ પણ વહેલી તકે પૂર્ણ કરવા તાકીદ કરેલી સિક્સલેનનુ કામ 24 કલાક શરુ રાખી સમય મર્યાદામાં પૂર્ણ કરવા કડક સૂચના પણ આપી હતી.

Previous articleઘોઘાના વાળુકડ ગામે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી, સ્વાતંત્ર્ય સંગ્રામ પાંચ સ્તંભો વિશેની ઝાંખી કરાવતું ચિત્ર પ્રદર્શન યોજાયું
Next articleહીરા ઉધોગમાં વપરાતા કેમિકલના કારણે બ્લાસ્ટ થતાં આગ લાગેલી