આગામી દિવસોમાં ડમ્પીંગ સાઈટ પર કચરો ભૂતકાળ બનશેઃ તંત્ર

83

ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ “ખાર” તરીકે ઓળખાતાં પડતર જગ્યામાં ડંમ્પીંગ સાઈટ આવેલી છે જેમાં શહેરના તમામ વિસ્તારોમાંથી કચરો લાવી વર્ગીકરણ કરી સેન્દ્રિય ખાતરમા પરિવર્તન કરવામાં આવે છે આ સાઈટથી દૂર રહેતા લોકો ના જણાવ્યા મુજબ આ ડંમ્પીંગ સાઈટ પર કચરાનો જથ્થો દિનપ્રતિદિન વધી રહ્યો હોવાની ફરિયાદ કરી રહ્યાં છે જયારે તંત્ર એ જણાવ્યું છે કે કંમ્પોઝ પ્લાન્ટ શરૂ હોય કચરાનો જથ્થો ઘટી રહ્યો છે.! ભાવનગર શહેરથી અંદાજે ૧૫ કિલોમીટર દૂર કુંભારવાડા વિસ્તારના “ખાર” તરીકે ઓળખાતાં એરીયામા આઈપીસીએલ કંપની પાછળ શહેરની ડંમ્પીંગ સાઈટ આવેલી છે જયાં શહેરના તમામ વિસ્તારોમાંથી ઘરે-ઘરેથી કચરો એકત્રિત કરી આ ડંમ્પીંગ સાઈટ પર ઠાલવવામાં આવે છે તંત્ર્ના જણાવ્યા મુજબ દરરોજ શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી ૨૨૫ મેટ્રીકટન કચરો આ સાઈટ પર ઠાલવવામાં આવે છે જયાં ખાસ પધ્ધતિ દ્વારા ઘન કચરાનું વર્ગીકરણ કરી આ કચરાને કંમ્પોઝ કરી ખાતર બનાવવામાં આવે છે આ સાઈટ પર લાંબા સમય સુધી કંમ્પોઝ પ્રોસેસ બંધ રહેતા સાઈટ પર કચરાના મોટા મોટા ગંજ ખડકાયા હતાં અને એક વિકટ સમસ્યા સાથે આ કચરાના કારણે કુંભારવાડા-નારી સહિતના વિસ્તારના રહિશો ઉપર સંકટ તોળાઈ રહ્યું હતું પરંતુ આજથી દોઢેક વર્ષ પૂર્વે ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપી કંમ્પોઝ પ્લાન્ટ ફરી શરૂ કરવામાં આવતા કચરાનો જથ્થો ધીમે ધીમે ઘટી રહ્યો છે એ સાથે હાલમાં સ્થાનિકો એવી ફરિયાદ કરી રહ્યાં છે કે ડંમ્પીંગ સાઈટપર કચરાના જથ્થા માં સતત વધારો થઈ રહ્યો છે જે અંગે તંત્ર ને પુછતાં અધિકારી એ જણાવ્યું હતું કે હાલમા દરરોજ ૧૨૦૦ થી ૧૫,૦૦ ટન કચરાનું પ્રોસેસિંગ કરવામાં આવી રહ્યું છે એક સમયે ૫ લાખ ટન થી વધુ કચરો એકઠો થયો હતો પરંતુ ૨.૫૦ લાખ ટન કચરાનું પ્રોસેસિંગ થઈ ગયું છે અને હાલમાં ૨.૫૦ લાખ ટન આગામી ૬ થી ૭ માસમાં પૂર્ણ થશે અત્રે ઉલ્લેખનીય છેકે ભૂતકાળમાં આ ડંમ્પીંગ સાઈટપર મોટી માત્રામાં કચરો જમા થવાના કારણે વારંવાર આ જથ્થા માં આગ લાગવાની ઘટનાઓ સાથે અમદાવાદ ની પિરાણા ડંમ્પીંગ સાઈટ જેવી ઘટના ઘટવાની દહેશત લોકોમાં ઉભી થઈ હતી પરંતુ બીએમસી દ્વારા સમયસર પગલાં લેતાં જોખમ ઘટ્યું છે.

Previous articleગાંધીજીના નિર્વાણદિન નિમિતે ટ્રાફિક પોલીસે સિંગલ પોઈન્ટ પર સફાઈ અભિયાન હાથ ધરી લોકોને ટ્રાફિક અંગે માહિતી આપી જાગૃત કરાયા
Next articleઆજે ભાવનગરમાં ૧૪૮ નવા કોરોનાના કેસ નોંધાયા, ૪૧૧ કોરોનાને માત આપી