રાણપુરની સોસાયટીમાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી ગયુ

88

બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં આવેલ કૃષ્ણનગર, હનુમાનપૂરી, આંબાવાડી વિસ્તારમાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી જતા આ વિસ્તારના લોકોએ શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે સરપંચને લેખિત રજૂઆત કરી છે. રાણપુરમાં આવેલ સોસાયટી વિસ્તારમાં ૧૫ થી ૨૦ દિવસ પહેલા ગટરનું કામ કરવામાં આવ્યું હતું. આ ગટરનું કામ કરતી વખતે પીવાનાં પાણીની લાઈન તૂટી ગઈ હોવાથી આ વિસ્તારને પીવાનું પાણી પુરી પાડતી પાઈપલાઈનમાં પીવાનાં પાણી સાથે ગટરનું પાણી ભળી જતા આ વિસ્તારના લોકોને ગટર નું ગંદુ પાણી પીવું પડે છે. જેના લીધે તાવ,શરદી,ઉધરસ,ડેંગ્યુ જેવા રોગો થવાની સાથે લોકોને રોગચાળો ફાટી નીકળવાનો ભય રહીશોને સતાવી રહ્યો છે.તેમજ ગટરના પાણી રસ્તા ઉપર ફરી વળતા લોકોને અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે આ વિસ્તારના રામાભાઈ વજેકરણભાઈ ગાંગડીયા એ રાણપુર સરપંચને આવેદનપત્ર આપી પીવાના પાણીની લાઈન રીપેરીંગ કરાવીને રોડ ઉપર ગટરના પાણી ફરી વળે છે તેનો નિકાલ કરવા માટે રજૂઆત કરી હતી.

Previous articleરેડક્રોસ દ્વારા અલંગમાં યોજાયેલ કેમ્પમાં ૯૯ લોકોએ કર્યું સ્વૈચ્છિક રક્તદાન
Next articleશહેરના ફૂલસર વિસ્તારમાં એક જ રાતમાં ૫ દુકાનોને નિશાન બનાવતાં નિશાચરો