શહેરના ફૂલસર વિસ્તારમાં એક જ રાતમાં ૫ દુકાનોને નિશાન બનાવતાં નિશાચરો

100

પાંચ પૈકી એક દુકાનમાંથી ૭૦ હજારના દરદાગીના-રોકડ રકમની ચોરી : ૫ તસ્કરો સીસીટીવી કેમેરામાં આબાદ ઝડપાયા
ભાવનગર શહેરના ફુલસર વિસ્તારમાં આવેલ જકાતનાકા એરીયામા એક જ રાતમાં ૫ અજાણ્યા શખ્સોએ ૫ દુકાનોના તાળાં તોડી હાથફેરો કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ પાંચ પૈકી એક જ દુકાન માથી ચોરી કરવામાં સફળતા મળી હતી. છેલ્લા ઘણા સમયથી શહેરમાં નિશાચરોનો ત્રાસ હળવો બન્યો છે ત્યારે શનિવારે મોડી રાતે શહેરના ફૂલસર વિસ્તારમાં આવેલી પાંચ દુકાનોના તાળા તોડી ચોરીની કોશિષ કરવામાં આવી હતી જેમાં એક જ્વેલર્સની દુકાનના તાળા તોડતાં તસ્કરોને આ એકજ દુકાનમાં સફળતા મળી હતી સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર શહેરના ફુલસર વિસ્તારમાં જકાતનાકા એરીયામા “રવેચી સુખ ભૂવન” નામે શોપિંગ સેન્ટર આવેલું છે આ શોપિંગ સેન્ટરમાં શનિવારે રાત્રે ૨ઃ૩૦ વાગ્યાના અરસામાં ૫ અજાણ્યા બુકાની ધારી શખ્સોએ સાંઈનાથ જ્વેલર્સ નામની દુકાનના તાળા તોડી અંદર પ્રવેશી સર-સામાન વેરવિખેર કર્યો હતો તેમજ આ દુકાનની બાજુમાં આવેલ માતૃછાયા બ્યુટી પોઈંટના પણ તાળા તોડી અંદર રહેલ તિજોરી તોડવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો હતો આ બે દુકાનમાં કશું હાથ ન લાગતાં આજ રોડપર આગળ આવેલ ફૂલેશ્ર્‌વર મહાદેવ મંદિર સામે રહેલ પાર્થ હેર સલૂન શોપના તાળા તોડી ચોરીનો કસબ અજમાવ્યો હતો પરંતુ આ દુકાનમાં પણ કશું હાથ ન લાગતાં બેબાકળા બનેલાં તસ્કરો એ આગળ ગુરૂકૃપા જ્વેલર્સ નામની દુકાનનું શટર તોડી અંદર પ્રવેશી સોના-, ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ રૂ.૭૦ હજારનો મુદ્દામાલ ઉઠાવી આજ વિસ્તારમાં રહેતા એક શખ્સનુ બાઈક ચોરી ફરાર થઈ ગયા હતા વહેલી સવારે રવેચી પ્રોવિઝન સ્ટોરના માલીક હર્ષદભાઈ ને તેની દુકાનની બાજુમાં રહેલી દુકાનોમાં ચોરી થયાનો ખ્યાલ આવતા તેણે જ્વેલર્સ તથા બ્યુટીપાર્લર શોપના માલિકોને જાણ કરતાં તેઓ દુકાને દોડી આવ્યા હતા અને ડી-ડીવીઝન પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ગુરૂકૃપા જ્વેલર્સના માલિક જીતુભાઈ ધોળાવાળાએ રૂપિયા ૭૦ હજારનો મુદ્દામાલ ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી રવેચી શોપિંગ સેન્ટરમાં ચોરી કરવા આવેલ તસ્કરો એ એક સીસીટીવી કેમેરો તોડી નાંખ્યો હતો પરંતુ અન્ય કેમેરાઓમા નિશાચરોની જાણ બહાર સમગ્ર કરતૂત કેદ થઈ જતાં પોલીસે આ સીસીટીવી ફૂટેજ આધારે તપાસના ચક્રોગતિમાન કર્યાં છે.

Previous articleરાણપુરની સોસાયટીમાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી ગયુ
Next articleઅનુપમ ખેરે અલ્લુ સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી