જવાહર મેદાનમાંથી વધ્યાં-ઘટ્યા દબાણોનો જડ-મૂળથી સફાયો

98

મહાપાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા બે દિવસના વિરામ બાદ આજે પુનઃ કાર્યવાહી હાથ ધરી જવાહરમેદાનમાં બાકી રહેલાં દબાણોનો સફાયો કર્યો હતો.અને ઝુપડા ધારકો પોતાનો માલ સામાન વાહનોમાં ભરી રવાના થવા લાગ્યા હતા. ભાવનગર શહેરમાં જીદ્દી ગણાતા દબાણો પૈકી એક એવાં જવાહરમેદાનમાં વારંવાર દબાણો દૂર કર્યે ગણતરીના દિવસોમાં પુનઃ દબાણોનો ખડકલો થઈ જાય છે.

ત્યારે આજથી બે દિવસ પૂર્વે મહાપાલિકાની દબાણ હટાવ ટીમ દ્વારા ૩૫ થી ૪૦ જેટલાં કાચાં ઝુપડાઓ દૂર કર્યાં હતાં દરમ્યાન આ ઝુંપડપટ્ટી ધારકોમા લગ્ન પ્રસંગ હોય આથી કેટલાક ઝુંપડા તંત્રએ હટાવ્યા ન હતાં અને માંગલિક પ્રસંગો સાંચવી લેવા ઝુંપડપટ્ટી ધારકોને મહેતલ આપી હતી અને પ્રસંગ પૂર્ણ થયે દબાણો સ્વંયં હટાવી દેવા તાકીદ કરી હતી આ ઝુંપડપટ્ટી ધારકોને ત્યાં પ્રસંગ પૂર્ણ થયે દબાણો ન હટાવાતા આજરોજ મહાપાલિકાની દબાણ હટાવ સેલની ટીમ ફરી સ્થળપર પહોંચી હતી અને પોલીસ બંદોબસ્ત વચ્ચે બાકી રહેલા દબાણો પણ હટાવ્યા હતાં જોકે ઝુપડા ધારકોએ પણ સામાન સગે વગૈ કરી ચાલતી પકડી હતી તંત્ર દ્વારા હાથ ધરાયેલી કામગીરીની લોકોમાં પ્રશંસા થઈ રહી છે પરંતુ માત્ર દબાણો દૂર કરવાથી તંત્રની ફરજ પૂર્ણ નથી થતી ફરી આ સ્થળે દબાણો ન થાય એ અંગે તકેદારીની જવાબદારી પણ તંત્રની જ છે આથી હવે આ અંગે નક્કર પગલાં લેવા અનિવાર્ય હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

Previous articleઆજે ભાવનગરમાં બે નવા કોરોનાના કેસ નોંધાયા, ૧ કોરોનાને માત આપી
Next articleજિલ્લા કૌશલ વિકાસ સમિતિ, ભાવનગર દ્વારા ગારીયાધાર તાલુકાના ચોમલ ગામે રાત્રી ગ્રામસભાનું આયોજન