ધંધૂકાના લોલિયા ગામ નજીક એસટી બસ પલટી, ડ્રાઈવર-કંડકટર સહિતના મુસાફરોનો આબાદ બચાવ

87

ભાવનગરથી ગાંધીનગર જવા નીકળેલી બસને અકસ્માત નડ્યો
ભાવનગર એસટી ડેપોથી ગાંધીનગર જવા રવાના થયેલી બસ ધંધકા તાલુકાના લોલીયા ગામ નજીક અકસ્માતે પલ્ટી ખાઈ જતાં બસને નુકશાન થયું હતું જયારે ડ્રાઈવર-કન્ડક્ટર સહિત મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. સમગ્ર બનાવ અંગે ભાવનગર એસટી ડિવિઝનથી જાણવા મળતી વિગતો અનુસાર આજરોજ વહેલી સવારે ભાવનગર એસટી ડેપોની બસ નં-જી-જે-18-ઝેડ-7107 નિયત સમય મુજબ ભાવનગર ડેપોથી ગાંધીનગર જવા રવાના થઈ હતી. આ બસ ધંધુકા તાલુકાના લોલિયા ગામ નજીક આવેલ મેલડી માતાના મંદિર પાસે રોડ પર પશુઓનાં ટોળાને તારવવા જતાં બસ ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો અને બસ રોડ સાઈડના ખાળીયામા પલ્ટી ખાઈ ગઈ હતી. બનાવ સમયે બસની સ્પિડ સામાન્ય હોય આથી કોઈ જાનહાનિ કે બસ ચાલક કન્ડક્ટર કે બસમાં સવાર મુસાફરોને ઈજા પહોંચી ન હતી પરંતુ બસને વ્યાપક નુકશાન થયું હતું. આ બનાવની જાણ ધંધૂકા એસટી ડેપોના અધિકારીઓ ને થતાં તેઓએ તત્કાળ બીજી બસની વ્યવસ્થા કરી ડ્રાઈવર કન્ડક્ટર મુસાફરો ની મદદે દોડી આવ્યા હતા અને ભાવનગર એસટી નિયામક ને જાણ કરી હતી આથી અત્રેથી અધિકારી ઓ ઘટના સ્થળે જવા રવાના થયા હતા.

Previous articleઘોઘાના ખજૂરીયા ચોક ખાતે હઝરત રોશન ઝમીર ચોભાપીર દાદાનો ઉર્ષ મુબારક શનિવારે ઉજવાશે
Next articleભાવનગરમાં સૌપ્રથમવાર સવા બે લાખ પંચમુખી રૂદ્રાક્ષથી બનાવાયું 21 ફૂટ ઉંચું શિવલિંગ, ભક્તો માટે દર્શનાર્થે ખુલ્લું મુકાયું