રશિયા-યુક્રેન જંગનો ત્રીજો દિવસ :રશિયા અને યુક્રેને નુકસાન અંગેના દાવા કર્યા

55

કીવ,તા.૨૬
એક તરફ રશિયા અને યુક્રેન વચ્ચે વાટાઘાટ કરવાની વાત ચાલી રહી છે અને બીજી તરફ હજુ જંગ ચાલુ જ છે. રશિયા-યુક્રેન વચ્ચે જંગનો આજે ત્રીજો દિવસ છે અને ૭૨ કલાકમાં કોને કેટલું નુકશાન થયું તે જાણો. રશિયાના સૈનિકો યુક્રેનની રાજધાની કીવમાં ઘુસેલા છે અને રસ્તા પર બનેં દેશોના સૈનિકો વચ્ચે તોપમારો ચાલી રહ્યો છે.કીવના તંત્રએ લોકોને ચેતવણી આપી છે કે તેઓ પોતાના ઘરોમાં જ રહે.યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેંસ્કીએ કહ્યુ કે તેઓ દેશની રક્ષા માટે ઉભા છે. રશિયાએ ગુરુવારે પોતાના સૈનિકોને યુક્રેન પર હુમલો કરવાની મંજૂરી આપી દીધી હતી ત્યારથી યુક્રેનમાં બસ તબાહી જ તબાદી જોવા મળી રહી છે. યુક્રેન પર રશિયન હુમલાનો આજે ત્રીજો દિવસ છે. રાજધાની કીવમાં ભીષણ તોપમારો ચાલી રહ્યો છે. લોકોમાં ભારે ગભરાટ છે અને તેઓ સુરક્ષિત સ્થળો શોધી રહ્યા છે. આ વચ્ચે યુક્રેને દાવો કર્યો છે કે સૈનિકો લઇને આવતા એક રશિયન વિમાનને યુક્રેનના સૈનિકોએ તોડી પાડ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં શુક્રવારે યુક્રેન પર રશિયન હુમલાની નિંદા કરવા માટે અને યુદ્ધ સમાપ્ત કરવા માટે એક દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી જેને રશિયાએ પોતાનો વીટો પાવર વાપરીને અટકાવી દીધી હતી.સુરક્ષા પરિષદમાં ૧૫ સભ્યોમાંથી ૫ સ્થાયી સભ્યો છે. ભારત અસ્થાયી સભ્યોમાં સામેલ છે. ભારતે રશિયાની વિરુદ્ધના વોટીંગમાં ભાગ લીધો નહોતો. ભારતની સાથે ચીન અને સંયુક્ત આરબ અમીરાત પણ મતદાનથી દુર રહ્યું હતુ. રશિયાની વિરુદ્ધમાં અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન સંઘે કડક પ્રતિબંધો મુક્યા છે. તાઇવાને પણ યુક્રેન પર રશિયન હુમલાની નિંદા કરતા કહ્યું હતું કે તે રશિયાની સામે બધા દેશોના સમર્થનમાં છે અને રશિયા પર મુકવામાં આવેલા પ્રતિબંધનું પણ સમર્થન કરે છે.યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર જેલેંસ્કીએ એક વીડિયો જારી કરીને કહ્યું કે રાષ્ટ્રપતિ સહિત બધા મોટા નેતાઓ યુક્રેનમાં જ છે અને દેશને બચાવવા માટે લડી રહ્યા છે. તેમણે કહ્યું કે અમે દેશની સ્વતંત્રતા માટે ઉભા છીએ. તેમણે કહ્યું કે હું એ લોકોને ધન્યવાદ કહેવા માંગુ છે જે આ યુદ્ધના આપણાં હીરો છે. રશિયાના રાષ્ટ્રપતિ કાર્યાલયના પ્રવક્તા દમિત્રી પેસ્કોવે કહ્યું કે રશિયા યુક્રેન સાથે વાટાઘાટ માટે તૈયાર છે. સાથે તેમણે એવી શરત પણ મુકી છે કે આ વાટાઘાટ બેલારુસની રાજધાની મિંસ્કમાં થશે અને તેમાં યુક્રેનની સ્થિતિને ન્યુટ્રલ જાહેર કરવામાં આવશે.રશિયાએ એ પણ શરત મુકી છે કે યુક્રેનની સેનાની સંખ્યા ઓછી કરરવાની શરત પર જ વાતચીત થશે. રશિયન હુમલાનો આજે ત્રીજો દિવસ છે અને બનેં દેશો વચ્ચે નુકશાનની અલગ અલગ માહિતી સામે આવી રહી છે. યુક્રેનના રક્ષા મંત્રાલયનો દાવો છે કે તેના સૈન્યએ રશિયાને ૧૦૦૦ સૈનિકોને માર્યા છે. તો બ્રિટને જાહેર કરેલાં આંકડામાં કહ્યું છે કે યુદ્ધમાં ટોટલ ૪૫૦ સૈનિકોના મોત થયા છે, યુક્રેનના ૧૯૪ લોકોના મોત થયા છે જેમાંથી ૫૭ નાગરિક સામેલ છે.તો સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે યુક્રેનમાં ૨૫ નાગરિકોના મોત થયા છે અ ૧૦૨ ઘાયલ છે.રશિયાના રક્ષા મંત્રાલયનો દાવો છે કે તેના સૈનિકોએ ૨૧૧ યુક્રેન સૈન્ય બેસને ખતમ કરી નાંખ્યા છે. યુક્રેને દાવો કર્યો છે કે તેમના સૈનિકોએ રશિયાની ૮૦ ટેંક, ૫૧૬ સશસ્ત્ર વાહનો, ૭ હેલિકોપ્ટર, ૧૦ એરક્રાઉટ અને ૨૦ ક્રૂઝ મિસાઇલને નષ્ટ કરી દીધા છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleસંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં ભારતે યુક્રેન પર હુમલાની નિંદા કરી