રાજ ઠાકરેની ઇડી દ્વારા કડક પુછપરછ : મુંબઇમાં હલચલ

374

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેની પુછપરછ કરવામાં આવી છે. આ પુછપરછ કોહિનુર સીટીએનએલ ઇન્ફ્રાસ્ટકચર કંપનીમાં આઇએલએન્ડએફએસ દ્વારા ૪૫૦ કરોડ રૂપિયાની ઇક્વિટી રોકાણ અને દેવા સાથે જોડાયેલી અનિયમિતતા સાથે સંબંધિત છે. આને લઇને ઇડી દ્વારા રાજ ઠાકરેને નોટીસ જારી કરવામાં આવી હતી. ઇડીની પુછપરછથી મહારાષ્ટ્રની રાજનીતિમાં ગરમી જામી ગઇ છે. શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરેએ પોતે કહ્યુ છે કે આ પુછપરછથી કઇ પણ હાંસલ થનાર નથી. દરમિયાન મુંબઇ પોલીસે સાવચેતીના પગલા રૂપે પાર્ટીના નેતા સંદીપ દેશપાન્ડે સહિત એમએનએસ કાર્યકરોને કસ્ટડીમાં લઇ લીધા છે. રાજ ઠાકરેની પુછપરછ દરમિયાન તેમને કેટલાક  વૈધક પ્રશ્નો કરવામાં આવ્યા છે. કોહિનુર સીટીએનએલ દાદરમાં કોહિનુર ટાવર્સના નિર્માણનુ કામ કરે છે. ઇડી કંપનીના શેર હોલ્ડિંગ તેમજ તેમના રોકાણના મામલે નાની નાની બાબતોમાં ધ્યાન આપે છે. કોહિનુર મિલ્સ નંબર ત્રણને ખરીદવા માટે શિવસેનાના નેતા મનોહર જોશીના પુત્ર ઉન્મેષ જોશી અને રાજ ઠાકરેએ મળીને એક કન્સોર્ટિયમની રચના કરી હતી. રાજ ઠાકરે હવે શેર વેચી ચુક્યા છે.  આઈએલએન્ડએફએસ ગ્રુપે તેમની કંપનીમાં ૨૨૫ કરોડ રૂપિયાનુ રોકાણ કર્યું હતું. ત્યારબાદ વર્ષ ૨૦૦૮માં આને મોટુ નુકસાન થયું હતું. જેથી કંપનીમાં પોતાના શેરને માત્ર ૯૦ કરોડ રૂપિયામાં સરેન્ડર કરી લીધા હતા. એજ વર્ષે રાજ ઠાકરે દ્વારા પણ પોતાના શેર વેચી દેવામાં આવ્યા હતા અને કંસોર્ટિયમની બહાર નીકળી ગયા હતા. શેર સરેન્ડર કર્યા બાદ પણ આઈએલએન્ડએફએસ ગ્રુપે કોહિનુર સીટીએનએલને એડવાન્સ લોન આપી હતી.

Previous articleધરપકડ બાદ રાત્રી ગાળામાં ચિદમ્બરમની પુછપરછ થઇ
Next articleઇન્ડિગો કટોકટી : પાયલોટ અછત બાદ નવો જ પડકાર