ભાજપને ચાર રાજ્યમાં બહુમત મળતા ભાવનગર શહેર ભાજપે ફટાકડા ફોડી, મીઠાઈ ખવરાવી ઉજવણી કરી

95

ઘોઘાગેટ ખાતે ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓએ જીતનો જશ્ન મનાવ્યો
U.P, પંજાબ, ગોવા, મણિપુર અને ઉત્તરાખંડ એમ પાંચ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જેનું આજે પરિણામ જાહેર થયું છે. જેમાં ચાર રાજ્યોમાં ભાજપને બહુમત મળી છે. ત્યારે ભાવનગરમાં ભાજપના કાર્યકરોએ આ જીતની ઉજવણી કરી હતી. શહેર ભાજપ દ્વારા ઘોઘા ગેઇટ ચોક ખાતે ફટાકડા ફોડી, મીઠાઈ ખવરાવી ઉજવણી કરાઈ હતી.

આજે પાંચ રાજ્યના પરિણામ જાહેર થવાની સાથે જ મોદી – યોગીની જોડીએ યુપી સહીત ચાર રાજ્યમાં બહુમતી સાથે જીત મેળવી હતી. જેમાં યુપી, મણિપુર, ગોવા અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે. જયારે પંજાબમાં ન ભાજપ કે ન કોંગ્રેસ બન્ને મોટા રાજકીય પક્ષોને મહાત આપી આમ આદમી પાર્ટીએ સત્તા મેળવી હતી.
ચાર રાજ્યમાં ભાજપનો ભવ્ય વિજય થતા સમગ્ર દેશ સાથે ભાવનગરમાં પણ ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા જીતની ભવ્ય ઉજવણી કરી હતી. શહેરના ઘોઘાગેટ ખાતે શહેર ભાજપ દ્વારા ફટાકડા ફોડી એક બીજાને મો મીઠા કરાવી ઉજવણી કરવામાં આવી હતી. ચાર રાજ્યમાં ભાજપનો ભગવો લહેરાયો છે. તેને લઈ શહેર ભાજપ દ્વારા કરવામાં આવેલી ઉજવણીમાં ભાવનગર શહેર ભાજપ પ્રમુખ રાજીવ પંડ્યા, મેયર કીર્તિબેન દાણીધારીયા, બચેરમેન ધીરુ ધામેલીયા સંગઠન મહામંત્રી, હોદ્દેદારો અને ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Previous articleભાવનગરમાં તળાજાના ઠળિયા ગામે સાંસદના અધ્યક્ષસ્થાને સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
Next articleભાવનગરમાં ઈન્ડિયા રીનલ ફાઉન્ડેશને કિડની જાગૃતિ રેલી તેમજ પોસ્ટર પ્રર્દશન અને ચિત્ર સ્પર્ધા યોજી