કથાકાર મોરારીબાપુએ કાશ્મીર ફાઈલ અને ભગવદગીતાને શિક્ષણ સમાવવાના નિર્ણયને આવકાર્યા

320

મોરારીબાપુ આજે તારીખ ૧૯ માચૅના રોજ શનિવારે કચ્છના ધોળાવીરા ખાતે “માનસ રામકથા”નો આરંભ કર્યો આ કથામાં બોલતાં બાપુએ કહ્યું કે “કાશ્મીર ફાઈલ “નામનું ચલચિત્ર જે વાસ્તવમાં આપણાં કમનસીબ ઇતિહાસને ખુલ્લો કરે છે કાશ્મીરમાં પંડિતોની જે સ્થિતિ થઈ તેને ખરા અર્થમાં ઉજાગર કરવાનું કામ આ ફિલ્મ કરી રહી છે તેને આવકારું છું. ફિલ્મના દિગ્દર્શક અને નિર્માતાને અભિનંદન આપીએ. આ ફિલ્મને જ્યારે આપણાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આવકારી છે ત્યારે આપણે સૌએ પણ વાસ્તવિકતાને જાણવાં આ ફિલ્મ જોવી જોઈએ. બિનસાંપ્રદાયિકતાના ખોખલાં કવચને ખુલ્લો પાડતી આ ફિલ્મ આવકાર્ય છે.પુ. મોરારીબાપુએ ગુજરાત સરકારના ભગવતગીતા ગ્રંથને ધોરણ ૬ થી૧૨ પાઠ્‌યપુસ્તકમાં સામેલ કરવાના નિર્ણયને વધાવતાં કહ્યું કે ભગવદ્‌ ગીતા વૈશ્વિક ગ્રંથ છે. તેને સાંપ્રદાયિક ન ગણી શકાય.હરિયાણામા આવો નિર્ણય ઘણાં સમય પહેલાં થઈ ગયો છે ગુજરાતમાં આ નિર્ણયનું પણ સ્વાગત છે.

Previous articleવિશ્વ ચકલી દીવસની ત્રિવિધ કાર્યક્રમ દ્વારા ઉજવણી કરાઈ
Next articleલાઇન્સ ક્લબ ઓફ ભાવનગર સિટી દ્વારા ડાયમંડ ચોક ખાતે વિનામૂલ્યે પાણીના કુંડા નું વિતરણ કરાયું