ભાવ. શહેર ભાજપ મિડિયા સેલ કન્વીનરના મકાનમાં આગનું છમકલું

265

પડદા,બારી બારણાં સાથે મંદિરનો સર-સામાન સળગી ઉઠ્‌યો, ફાયરબ્રિગેડે આગ ઓલવી
ભાવનગર શહેરના મહિલા કોલેજ વિસ્તારમાં એક મકાનમાં આગનુ છમકલું સર્જાતા ફાયરબ્રિગેડના જવાનોએ ઘટના સ્થળે પહોંચી આગ ઓલવી હતી.જેમા પૂજા રૂમ સહિત સર સામાન સળગી જવા પામ્યો હતો. ફાયરબ્રિગેડ કચેરીએથી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના મહિલા કોલેજ સર્કલથી દિપકચોક તરફ જવાના રોડપર રહેતા શહેર ભાજપ મિડીયા સેલના કન્વિનર તેજસ જોષીના રહેણાંકી મકાનમાં મંદિરમાં કરેલ ધૂપ-દિવા દરમ્યાન દિવાની ઝાળ અકસ્માતે પડદાને લાગી જતાં આગ લાગી હતી જેની લપેટમાં મંદિર બારી બારણાં આવી જતાં ફાયરબ્રિગેડના સ્ટાફને જાણ કરતાં કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પાણી છાંટી આગપર કાબૂ મેળવી લીધો હતો આગમા પૂજા રૂમનો સામાન સંપૂર્ણ બળી ગયો હતો સદનસીબે કોઈને ઇજા થવા પામી ન હતી જયારે નુકશાનીનો આંક પણ જાણવા મળ્યો નથી.

Previous articleરદ્દીના આગ ઝરતા ભાવ વચ્ચે પસ્તીનું ગોડાઉન સળગ્યું : શહેરમાં બે સ્થળે આગ
Next articleસાથ સંસ્થા દ્વારા સલૂન ચલાવતા બહેનોને પ્રોફેશન ટ્રેનિંગના પ્રમાણપત્રો એનાયત કરાયા