પેશ્વા બાજીરાવ અને તેની દિલ્હી ચડાઈ

77

ઔરંગઅઝેબના અવસાન બાદ મોગલોનુ રાજકારણ પતનની પરાકાષ્ટાએ પહોચવાથી ઇતિહાસ બદલાયો, તેમ શક્તિશાળી બની હિંદુસ્તાનના નકશામા પોતાનુ સ્થાન કંડારી ચુકેલા મરાઠાઓના ઇતિહાસમા પણ નોંધપાત્ર વંળાક આવ્યો, ૧૭ વર્ષના કારાવાસ બાદ ઇ.સ.૧૭૦૭ મા છત્રપતી શાહુ મુક્ત થયા. શાહુ કેદમાથી મુક્ત થતા તારાબાઇ પાસે અડધા રાજ્યની માંગણી કરી, આ ઘટના બાદ શાહુ અને તારાબાઇ વચ્ચે વારસાવિગ્રહ શરુ થયો. તારાબાઇ પોતાના પુત્ર શિવાજી બીજાના નામે કોલ્હાપુરમા રાજ્ય શરુ કર્યુ. શાહુ સતારાના છત્રપતી બન્યા. શાહુ કોલ્હાપુર વચ્ચેના ઝઘડાને પરિણામે મરાઠી સરકારમા પેશ્વા નામની એક નવી જ વ્યવસ્થાનો જન્મ થયો, અને પેશ્વા હવે મરાઠી સત્તાના કેંદ્રમા આવ્યા. પ્રથમ પેશ્વા બાલાજી વિશ્વનાથ હતા, જેમણે શાહુનો પક્ષ લઈ તેમના દુશ્મનોને દુર કરી મરાઠી સત્તાનો વિસ્તાર કર્યો તેમણે મુઘલોને પણ અંકુશમા રાખ્યા.તેમના મૃત્યુ પછી તેમનો પુત્ર બાજીરાવ પ્રથમ પેશ્વા બન્યા. ઉત્તર હિંદમાં મરાઠી સત્તાનો ઝડપી પ્રસાર કરનાર, નિઝામ જેવી પ્રબળ હરીફ શક્તિઓનો હાસ કરનાર અને ‘મરાઠાસંઘ’ની યોજના અમલમાં મૂકનાર પેશ્વા બાજીરાવ પહેલાનો જન્મ ઈ.સ.૧૭૦૦ના ઑગસ્ટ માસની ૧૮મી તારીખે થયો હતો. તેનું મૂળ નામ વિસાજી હતું, અને તે બાલાજી વિશ્વનાથનો સૌથી મોટો પુત્ર હતો. નાનપણથી જ પિતાના પેશ્વાપદ દરમિયાન, રાજ્યકારભારની વિવિધ બાબતોમાં તેણે રસ લેવાનું શરૂ કર્યું હતું; અને વિદ્યાર્થીકાળ દરમિયાન ઘોડેસવારી, તલવારબાજી, શિકાર વગેરે શૌર્યભરી રમતોમાં નિપુણતા મેળવી લીધી હતી. પિતાની સાથે વારંવાર દરબારમાં જવાથી સાતારામાં રાજકારણ અને વહીવટથી તે સારો એવો પરિચિત બની ચૂક્યો હતો. પેશ્વાપદની પ્રાપ્તિ : બાલાજી વિશ્વનાથના અવસાનથી ખાલી પડેલા પેશ્વાપદ ઉપ૨ કોની નિમણૂક કરવી, એ પ્રશ્ન ઉદભવ્યો પરંતુ હજુ જેની સ્મૃતિ તાજી જ હતી, તે સદગત પેશ્વા બાલાજીની સેવાઓ શાહૂ વિસરી ગયો ન હતો; આથી તેણે બાલાજીના ઓગણીસ વર્ષના યુવાન પુત્ર બાજીરાવ (વિસાજી)ની સાતારા પાસે આવેલા મસૂર નામના ગામમાં ૧૭મી એપ્રિલ, ૧૭૨૦ના રોજ પેશ્વાપદે નિમણૂક કરી, વિવાદાસ્પદ પ્રશ્નનો અંત લાવી દીધો. જો કે, માત્ર ૧૯ વર્ષના તરુણ અને બિનઅનુભવીના હાથ નીચે કામ મેં કરવાનું અપમાનજનક સમજનાર. શ્રીપતરાવ પ્રતિનિધિ, ખંડેરાવ દાભાડે, કાન્હોજી આંગ્રે, આનંદરાવ સુમંત, નોરામ મંત્રી વગેરે મરાઠા સરદારો અને સલાહકારોએ, બાજીરાવની નિમણૂકનો સખત વિરોધ કર્યો તેમના વિરોધ છતાં, વ્યક્તિના ગુણો અને શક્તિઓની પરખ ધરાવનારા શાહૂએ તે નિમણૂક ચાલુ રાખી; ઊલટું પછીના મરાઠી ઇતિહાસે પુરવાર કર્યું કે, પેશ્વા તરીકે બાજીરાવની શાહૂએ કરેલી નિમણુંક યોગ્ય અને ઉપયોગી સિદ્ધ થઈ હતી. નાની વય હોવા છતાં અસાધારણ સામાન્ય જ્ઞાન, કુશાગ્રબુદ્ધિ અને પ્રભાવશાળી શૌર્ય તથા વ્યક્તિત્વ હોવાને કારણે થોડાં જ વર્ષોમાં પોતાની શક્તિઓનો વિરોધીઓને પરિચય આપી દીધો. જ્યારે તેણે પેશ્વાપદ સંભાળ્યું ત્યારે ભારતમાંથી મોગલસત્તા ડચકાં લેતી, જીવવા માટેના છેલ્લા મરણિયા પ્રયાસ કરી રહી હતી, એ તેણે બરાબર જોઈ લીધું હતું. દિલ્હીના બાદશાહો મરાઠાના વીરત્વથી અજાણ ન હતા અને તેથી તે તેને રાજી રાખવા મથતા હતા. પેાતાનું મહત્વ રાખી, મરાઠાઓને રાજી રાખી મહાપદને સાચવવું એ દિલ્લીના બાદશાહના દરબારનો હેતુ હતેા. બાજીરાવ પેાતાનું પાણી જાણતા હતા. તેથી એક બીજા પાતપેાતાનું સંભાળી, આ સમયે કામ લેતા હતા, બાદશાહને બાદશાહી ઠાઠ હતા પણ વીરત્વ ન હતું. બાજીરાવમાં વીરત્વ હતું. પણ સાધનની ન્યૂન્યતા હતી. દિલ્હી પર આક્રમણ (માર્ચ ૧૭૩૭)ગુજરાત, માળવા, બુંદેલખંડ, દોઆબ એમ સર્વત્ર બાજીરાવની હાક વાગતી થઈ. સમગ્ર ઉત્તર હિંદમા પેશ્વાના ધાક વર્તાતા હતા. માળવા, બુંદેલખંડ, અને ગુજરાતમાથી ચોથ ઉઘરાવવાના અધિકારને માન્ય રાખવા બાજીરાવે મોગલ સમ્રાટ ઉપર દબાણ કર્યુ. મોગલ સમ્રાટ આ માંગણીનો સ્વીકાર કરી શકે તેમ ન હતો, આથી બાજીરાવે મલ્હારરાવ હોલ્કરની આગેવાની નિચે ઉત્તરમા આક્રમણ કરવા સૈન્ય મોકલ્યુ, પરંતુ અયોધ્યાના મોગલ સેનાપતિ સાદતખાંએ શહેનશાહની સૂચનાથી દોઆબ પ્રદેશ પર આક્રમણ કર્યું. દોઆબમાં મલ્હારરાવ હોલ્કર હાર્યો. આથી મોગલો જાણે કે પોતાની સિદ્ધિઓ માટેની પ્રગતિનાં દ્વારા ખૂલી ગયા છે તેમ માનવા લાગ્યા. શહેનશાહ, સાદતખાં, મહંમદ બંગેશ વગેરે વિજયેલ્લાસ માણી રહ્યા હતા, તે જ સમયે પેશ્વા બાજીરાવે લશ્કરો સાથે બુંદેલખંડથી વીજળીક વેગે માત્ર ૧૪ જ દિવસમાં જ સીધું દિલ્હી પર આક્રમણ કર્યું. શહેનશાહની ગેરહાજરીમાં રાજધાની પર થયેલા આ ઓચિંતા – આક્રમણથી છન્નાટો છવાઈ ગયો ! આ આક્રમણ પૂર્વે દિલ્હી ખાતેના મરાઠા પ્રતિનિધિ ઘોંડો પંત ગોવિંપ
– ડો.જીતેશ એ.સાંખટ

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleરાજુ રદી પિસ્તોલથી ચાંદલિયા ફોડવાના આધારે યુક્રેનમાં રશિયા સામે લડશે!!