છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧૨૫૯ કેસ,૩૫ દર્દીઓના મોત

56

નવીદિલ્હી,તા.૨૯
ભારતમાં કોરોના વાયરસના નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧,૨૫૯ નવા કેસ નોંધાયા છે. ,એક દિવસ પહેલા કોરોનાના ૧૨૭૦ કેસ નોંધાયા હતા. નવા કેસ સાથે, દેશમાં કોરોનામાંથી સાજા થનારા લોકોની કુલ સંખ્યા હવે વધીને ૪૨,૪૮૫,૫૩૪ થઈ ગઈ છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં આ વાયરસના કારણે કુલ ૩૫ લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાના કારણે કુલ મૃત્યુઆંક હવે ૫,૨૧,૦૭૦ પર પહોંચી ગયો છે. સરકારી આંકડા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૧૭૦૫ લોકોએ કોરોના વાયરસને હરાવ્યો છે. ભારતમાં કોરોનાના કેસોમાં સતત થઈ રહેલો ઘટાડો રાહતની નિશાની જણાય છે. હકીકતમાં, છેલ્લા કેટલાક દિવસોમાં, દેશભરમાં કોરોનાના નવા કેસોમાં થોડો ઘટાડો થયો હતો. ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોનાના કેસ સમાપ્તી તરફ આગળ વધી રહ્યા છે જે દેશ માટે સારા સમાચાર છે, છેલ્લા એક સપ્તાહથી કેસમાં નોંધપાત્ર ઘટાડો થઇ રહ્યો છે, .આજે પણ વિશ્વના કોરોનાના કેસની વાત કરીએ તો ચીનમાં કોરોનાએ ફરીવાર હાહાકાર મચાવ્યો છે ત્યારે લોકડાઉન ચીની સરકારે લગાવ્યો છે.

Previous articleઈટાલીમાં બે દિ’માં કોરોનાના ૯૦૦૦૦ કેસ મળતાં ખળભળાટ
Next articleભારતીય નૌ સેનામાં ઈન્ડિયન નેવલ એર સ્ક્વોડ્રન ૩૧૬ને સામેલ કરાઈ