ભારતીય નૌ સેનામાં ઈન્ડિયન નેવલ એર સ્ક્વોડ્રન ૩૧૬ને સામેલ કરાઈ

55

આ સ્ક્વોડ્રનને ખતરનાક અને પોતાના કામમાં માહિર માનવામાં આવે છે, નૌસેનામાં સામેલ થનારી આ બીજી એવી સ્ક્વોડ્રન છે
નવી દિલ્હી,તા.૨૯
ભારતીય નૌસેનાએ મંગળવારે ઈન્ડિયન નેવલ એર સ્ક્વોડ્રન ૩૧૬ (આઈએનએએસ ૩૧૬) તરીકે નવી તાકાત મળી ગઈ છે. આને આઈએનએસ ૩૧૬ તરીકે ઓળખવામાં આવે છે. મંગળવારે ગોવાના દબોલિમમાં હાજર આઈએનએસ હંસામાં આને તૈનાત કરાયુ છે. આ દરમિયાન ચીફ ઓફ નેવલ સ્ટાફ એડમિરલ આર હરિ કુમારની હાજરીમાં આને નૌસેનામાં સામેલ કરાઈ છે. આ સ્ક્વોડ્રનને ઘણુ ખતરનાક અને પોતાના કામમાં માહિર માનવામાં આવે છે. નૌસેનામાં સામેલ થનારી આ બીજી એવી સ્ક્વોડ્રન છે. મંગળવારે આઈએનએસને નૌસેનામાં સામેલ કર્યા દરમિયાન કાર્યક્રમમાં નૌસેના પ્રમુખ આર હરિ કુમારે કહ્યુ આજની ગતિશીલ અને જટિલ સુરક્ષા સ્થિતિમાં આ સ્ક્વોડ્રનની ગતિ ક્ષમતા અમારા રાષ્ટ્રીય સમુદ્રી હિતની રક્ષા, સંરક્ષણ અને પ્રોત્સાહનને વધારનારી ક્ષમતાને મહત્વપૂર્ણ રીતે વધારશે. ભારતીય નૌસેનામાં મંગળવારે સામેલ થયેલી આઈએનએએસ ૩૧૬ સ્ક્વોડ્રન મુખ્ય રીતે હવાઈ સ્તરે કામ કરે છે. આ શક્તિશાળી વિમાન દ્વારા દુશ્મનની જાસૂસી કરતા દરિયામાં હાજર મરીનને જાણ કરે છે. આ સાથે જ આના વિમાનોમાં ખાસ કરીને ઉપકરણ અને મિસાઈલ પણ લાગેલી હોય છે. માહિતી અનુસાર આઈએનએએસ ૩૧૬ સ્ક્વોડ્રન પાસે પી-૮૧ મલ્ટી રોલ લોંગ રેન્જ મેરીટાઇમ રિકૉગ્નિસેંસ અને એન્ટી સબમરીન વોરફેર (એલઆરએમઆરએએસડબલ્યુ) વિમાન છે. તે અમેરિકાની બોઇંગ કંપની દ્વારા બનાવવામાં આવી છે. આ વિમાનમાં બે એન્જિન છે. આ વિમાન આકાશમાંથી દરિયાઈ જહાજો અને સબમરીન પર હુમલો કરવામાં સક્ષણ હોય છે. ગોવાના દબોલિમમાં મંગળવારે આઈએનએસ હંસામાં સામેલ થયેલી આ સ્ક્વોડ્રનમાં ચાર વિમાન તૈનાત કરાશે. જેના દ્વારા નૌસેનાને આકાશ દ્વારા સમુદ્રી સીમા ક્ષેત્રની નજરમાં મદદ મળશે. આ સ્ક્વોડ્રનનો પહેલી બેચ ૨૦૧૩માં ૮ વિમાનોની સાથે આઈએનએસ રાજાલીમાં તૈનાત કરાયા હતા.

Previous articleછેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧૨૫૯ કેસ,૩૫ દર્દીઓના મોત
Next articleશાંતિવાર્તા દરમિયાન યુક્રેનમાં કેમિકલ હુમલાની શરુઆત થઈ