ચાપરડા બ્રમ્હાનંદ વિદ્યાલયમાં વિશાવદર તાલુકાની પ્રા શાળાના બાળકો માટે સ્કાઉટ ગાઈડ તાલીમ કેમ્પ યોજાયો

354

તા.૨૬ – ૨૭ માર્ચ બે દિવસ માટે ચાપરડા બ્રહ્માનંદ ધામ વિદ્યાલયમાં વિસાવદર તાલુકાની રાવણી ( કુબા ) , લેરિયા , જુની ચાવંડ , નાનાકોટડા તથા સોભા વડલા ( લશ્કર ) પ્રાથમિક શાળાના બાળકો માટે સ્કાઉટ ગાઈડ તાલીમનું આયોજન ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘના માર્ગદર્શનમાં કરવામાં આવેલ તારીખ ૨૬ ના રોજ સવારના ૯ કલાકથી શરૂ થયેલ તાલીમ વર્ગમાં બાલવિર અને વીર બાળાઓ યુનિફોર્મમાં સજ્જ થઈ ચાપરડા વિદ્યાલયના પ્રાર્થના ખંડ માં ઉપસ્થિત થઈ ગયા હતા. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના દ્વારા કરવામાં આવેલ ત્યારબાદ સંસ્થાના સ્પોર્ટ્‌સ કોચ બાલધિયા ભાઈએ શાળાના બાળકો તેમજ આમંત્રિત મહેમાનો નું સ્વાગત કરેલ બાદમાં ચાપરડા આનંદધારા પ્રોજેક્ટ ના નિયામક ડો.નલીનભાઈ પંડિત સાહેબ દ્વારા બાળકોને સ્કાઉટ ગાઈડ પ્રવૃત્તિ અંગેની વિસ્તૃત સમજ આપી હતી અને બાળકોના જીવનમાં પ્રવૃત્તિ દ્વારા સર્વાંગી વિકાસ અને જીવનઘડતર માટે આ પ્રવૃત્તિ ખૂબ જ ઉપયોગી થાય છે તેમ વાત કરી હતી અને આ તાલીમ શિબિર પૂજ્ય મુકતાનંદ બાપુ આયોજિત આનંદ ધારા ગ્રામ માંગલ્ય સહયોગથી તાલીમ શરૂ થયેલ ત્યારબાદ ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘના તાલીમાર્થીઓ દ્વારા જિલ્લા મંત્રી અજયભાઈ ભટ્ટ ના માર્ગદર્શનમાં બે દિવસ ની તાલીમ શરૂ થયેલ બે દિવસ દરમિયાન બાળકોને સ્કાઉટ ગાઈડ પ્રવૃત્તિ નો ઇતિહાસ તેમજ પ્રવેશના વિષયો જેવા કે નિયમ , પ્રતિજ્ઞા , મુદ્રાલ , સ્કાઉટ ધ્વજ , ભૂમિ સંકેત , ગાંઠો વગેરેનું માર્ગદર્શન આપવામાં આવેલ સાથે સાથે ગીતો હર્ષનાદ જુદી જુદી ક્લેપ ( તાલીઓ ) પણ શીખવવામાં આવેલ રાત્રે બાળકોએ કેમ ફાયરનો આનંદ પણ માણ્યો હતો બીજા દિવસે સવારથી લઈ બપોર સુધી ધ્વજ વંદન , મેદાનની રમતો , ખોજ ના સંકેતો , હાથનાં સંકેતો શીખ્યા હતા ઉપરોક્ત કાર્યક્રમ દરમિયાન પૂજ્ય મુકતાનંદ બાપુ ના હસ્તે પાંચ શાળાના બાળકો માટે બેન્ડ ના સાધનો આપવામાં આવેલ તેમજ કાર્યક્રમમાં યુ. કે .( લંડન ) થી પધારેલ રમેશભાઈ અને તેમના પરિવારે આ પ્રવૃત્તિને માણી હતી શિબિરના અંતમાં કેમ્પસ ડાયરેક્ટર અર્જુનસિંહ રાઠોડ દ્વારા મહાનુભાવ નો આભાર વ્યક્ત કરવામાં આવેલ તેમજ આનંદધારા પ્રોજેક્ટ ના પ્રતિનિધિ કાળુભાઈ વેગડા તથા દીપકભાઈ તેરૈયા અને ભાવનગરના યશપાલ ભાઈ વ્યાસ કાજલબેન પંડ્યા તેમજ સિનિયર સ્કાઉટ ગાઈડ દ્વારા કાર્યક્રમ નેસફળ બનાવવા સારી જેમ ઉઠાવેલ.

Previous articleકિડનીના જરૂરિયાત મંદ દર્દીઓને અનાજ કીટનું વિતરણ કરાયું
Next articleઅભિનેત્રી મલાઈકા અરોરા ફરી એકવખત ટ્રોલ થઈ