આજથી શહેરમાં ૩ દિવસ ૬ કલાકનો વીજકાપ રહેશે

104

આજે વેજીટેબલ, મંગળવારે ઉદ્યોગનગર અને બુધવારે જમનાકુંડ ફીડર હેઠળના વિસ્તારમાં બપોર સુધી વીજ પુરવઠો નહીં મળે
શહેરના જુદા-જુદા વિસ્તારોમાં સોમવારથી ત્રણ દિવસ છ કલાકનો વીજકાપ ઝીંકવામાં આવ્યો છે. વીજ તંત્ર દ્વારા ઉનાળામાં પાવરકાપના ઝટકાથી લોકોની મુશ્કેલી વધશે. PGVCL ભાવનગર સિટી-૧ કચેરી દ્વારા વીજ લાઈન ઉપર અગત્યની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી તા.૪-૪ને સોમવારે વેજીટેબલ ફીડરના પોપટનગર, ધનાનગર, રાજા સ્લેટ અને આસપાસના વિસ્તારોમાં તેમજ તા.૫-૪ને મંગળવારે ઉદ્યોગનગર ફીડર હેઠળના માધવ કોમ્પલેક્ષ, શાસ્ત્રીનગરનો અમુક ભાગ, ગુજરાત હાઉસીંગ બોર્ડની ઓફિસ, ગઢેચી વડલા, ડીઆરએમ ઓફિસ (એચટી), રામજીની વાડી, રેલવે ક્વાર્ટર, આજુબાજુના વિસ્તારમાં અને તા.૬-૪ને બુધવારે જમનાકુંડ ફીડરના ટેકરી ચોકથી રૂવાપરી ચોક, જાફરી ફ્લેટ, એહમદ નૂર, વસાઈવાલા હોસ્પિટલ, ઈબ્રાહિમ મસ્જિદ, એસબીઆઈ ટ્રેનીંગ સેન્ટર, આંગણવાડી તથા આસપાસના વિસ્તારમાં સવારે ૭થી બપોરના ૧ કલાક સુધી વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે તેમ જણાવાયું છે.

Previous articleભાવનગર શહેરના આકાશમાં અગન ગોળા જેવો પદાર્થ દેખાતા કુતુહલ
Next article૧૧૧ વર્ષે પણ તેના મૂલ્યો સાથે કાર્યરત લોકભારતી સંસ્થાનું ‘વિશ્વભારતી’માં થઇ રહેલું રૂપાંતરણ