૩ દિવસથી ગુમ નાની કુંડળના આધેડની લાશ મળતા ચકચાર

1084

બાબરા તાલુકાના નાની કુંડળ ગામનાં આઘેડ ત્રણ દિવસ ગુમ રહ્યા બાદ ગઈકાલે મોડી સાંજે તેની કોહવાયેલી લાસ સીતાપર.
લીંબડી વિસ્તારમાં આવેલ કઠાળીયા જંગલ મળી આવતા ઢસા પોલીસે મોડી રાત્રે લાશનો કબ્જો સંભાળી તપાસ હાથ ધરવા પામી છે નાની કુંડળ મા રહેતા મશરૂભાઇ ચતુરભાઈ વણોદિયા દ્વારા ઢસા પોલીસ સ્ટેશન માં આપેલ જાહેરાતમાં મુતક માનસીંગ ભાઇ ધનજીભાઇ વણોદિયા ઉ.વ ૪૫ નુ ઈલેક્ટ્રીક શોક લાગવાથી મુત્યુ થયું છે.
તબીબી અભિપ્રાય માં શોક લાગવાથી મોત થયાનું પ્રાથમીક અનુમાન થવા પામી રહું છે. પંરતુ લાશ મળી આવી તે સ્થળ સરકારી વીડ હોવાનુ અને આજુબાજુ મા કોઈ ઈલેક્ટ્રીક ઉપકરણ નહિ હોવાનું જણાઇ આવી રહું છે.
મુતકનુ ઈલેક્ટ્રીક શોકથી મોત થયા બાદ તેની લાશ અહિં સુધી કેવી રીતે આવી આવો પ્રશ્ન સર્વત્ર ચર્ચાવા પામ્યો છે હાલ ઢસા પોલીસ દ્વારા બનાવ અંગે નાની કુંડળ સીમમાં રહેતાં લોકોની પુછપરછ હાથ ધરાઈ છે

Previous articleબેલુર વિદ્યાલય મહુવાનું ગૌરવ
Next articleપ્રાર્થના જૈન સંઘ દ્વારા શિશુવિહારનું સન્માન