દર્દીના ભગવાન હડતાલ પર, સરકાર સામે ફુક્યું રણશીંગુ

55

સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબોના શિરે દર્દીઓના આરોગ્યની સઘળી જવાબદારી
રાજ્ય સરકારમાં ફરજ બજાવતા વિવિધ તબીબી અને દંત કેડરના પડતર પ્રશ્નો અંગે સરકારે દુર્લક્ષ્ય સેવતા સરકારી તબીબીમાં રોષની લાગણી ફેલાઈ છે. તેમની પડતર માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે ત્યાં સુધી હડતાલનું રણશિંગું ફૂંકવામાં આવ્યું છે જેનો આજે બીજો દિવસ છે. ભાવનગર મેડીકલ કોલેજના સરકારી તબીબો પણ અનિશ્ચિત મુદ્દતની હડતાલ પર ઉતરી ગયા છે. આજે રામધૂન યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગુજરાત ગર્વમેન્ટ ડોક્ટર્સ ફોરમ દ્વારા સોમવારથી અનિશ્ચિત મુદ્દતની હડતાલ પાડવામાં આવી છે. તેમની ૧૭ જેટલી મુખ્ય માંગણીઓ છે, એ સહિત અલગ-અલગ પ્રશ્નો-પડતર માંગણીઓના નિકાલ માટે અગાઉ થયેલી મેરેથોન બેઠકમાં સરકારી હામી ભરી હતી. પરંતુ સરકારની અભી બોલા અભી ફોક જેવી નીતિ હોય, આજદિન સુધી વિવિધ તબીબ/દંત કેડરના તબીબીના પ્રશ્નોનો હકારાત્મક નિવેડો નથી આવ્યો. જેથી ભાવનગર સહિતના રાજ્યભરના સરકારી તબીબ અચોક્કસ મુદ્દતની હડતલ પર ઉતરી ગયા છે અને કોઈ દર્દીને કંઈ પણ થાય તો સરકાર જવાબદાર રહેશે તેમ જણાવ્યું હતું.ભાવનગરમાં જુદા જુદા ૫ યુનિયન સાથે જોડાયેલા તબીબોએ સજ્જડ હડતાલ કરી હતી. જયારે સર ટી. હોસ્પિટલમાં હાલ ૧૮૦ રેસિડેન્ટ તબીબો પર દર્દીઓના આરોગ્યની સઘળી જવાબદારી થોપાઈ છે.

Previous articleરાજસ્થાનના ખેડૂતો ટ્રેકટર-ટ્રોલી તૈયાર રાખે આગામી દિવસોમાં આંદોલન થશે : રાકેશ ટિકૈતે
Next articleદેશના વિવિધ ભાગના લોકગાયકો દ્વારા સણોસરા, માંડવડા, બેલા, માંડવાળી, ટીમાણા તથા માઈધારમાં ગાન થશે