ભાવનગરના ૫૦માં જિલ્લા પોલીસ વડા તરીકે ડો.રવિન્દ્ર પટેલે વિધિવત ચાર્જ ગ્રહણ કર્યો

85

નવ નિયુક્ત એસપીને આવકારતા રેન્જ આઇજી અશોકકુમાર યાદવ
ભાવનગર ના નવા ડીએસપી તરીકે ડો.રવિન્દ્ર પટેલ એ આજરોજ એસપી કચેરી ખાતે ફરજપર હાજર થયા છે જેમને રેન્જ આઈજી તથા અન્ય પોલીસ અધિકારીઓ અને કોન્સ્ટેબલ જવાનોએ આવકાર્યા હતાં અને શુભેચ્છાઓ પાઠવી હતી. ભાવનગર જિલ્લા પોલીસવડા તરીકે ૫૦ માં એસપી એવાં અમદાવાદ ઝોન-૧થી બદલી થઈ ને આવેલ ડો રવિન્દ્ર પટેલ એ આજરોજ ભાવનગર પોલીસ અધિક્ષક તરીકે વિધિવત ચાર્જ ગ્રહણ કર્યો હતો અગાઉ ફરજ બજાવતા જયપાલસિંહ રાઠૌરની રાજકોટ વિદાયમાન આપવામાં આવ્યું હતું અને આજરોજ રવિન્દ્ર પટેલને આવકારવા રેન્જ આઈજી પીઆઈ પીએસઆઈ તથા પોલીસ જવાનો મોટી સંખ્યામાં એસપી કચેરીએ આવી પહોંચ્યા હતા અને બુકે આપી આવકાર્યા હતાં અને શુભેચ્છાઓ પાઠવી હતી. રૂરલ પોલીસ વડા તરીકે બદલી થતાં તેઓને શનિવારે વિદાયમાન આપવામાં આવ્યું હતું અને આજરોજ રવિન્દ્ર પટેલને આવકારવા રેન્જ આઈજી પીઆઈ પીએસઆઈ તથા પોલીસ જવાનો મોટી સંખ્યામાં એસપી કચેરીએ આવી પહોંચ્યા હતા અને બુકે આપી આવકાર્યા હતાં અને શુભેચ્છાઓ પાઠવી હતી.

Previous articleભાવનગર જિલ્લામાં ’હેન્ડ વોશિંગ ડે’ની ઉજવણી કરવામાં આવી
Next articleભાવનગરમા તાપમાનનો પારો ૩૯ ડિગ્રીને વટ્યો, ચાર દિવસમાં ૪૨ થવાની સંભાવના