શિસ્તના આગ્રહી અને નિષ્ઠાવાન અધિકારીની છાપ ધરાવતા બોટાદ જીલ્લાના એસ.પી.તરીકે ચાર્જ સંભાળતા કરણરાજ વાઘેલા

95

જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં કોઈ કચાશ નહી રખાઈ : કરણરાજ વાઘેલા
રાજ્ય સરકાર દ્વારા વિવિધ જીલ્લાઓના પોલીસ વડાઓની બદલી કરવામાં આવી છે ત્યારે બોટાદ જીલ્લામાં એસ.પી.તરીકે કરણરાજ વાઘેલા ને મુકવામાં આવ્યા છે. વડોદરાના ડી.સી.પી.કરણરાજ વાઘેલા ને બોટાદ ખાતે મુકવામાં આવતા બોટાદ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સારી બનાવવા એસ.પી.તરીકે કરણરાજ વાઘેલા એ વિધિવત ચાર્જ સંભાળી લીધો છે.

શિસ્તના આગ્રહી અને કડક નિષ્ઠાવાન છાપ ઘરાવતા અધિકારીઓમાં જેમની ગણના થાય છે તેવા કરણરાજ વાઘેલા એ બોટાદ જીલ્લા એસ.પી.તરીકે ચાર્જ સંભાળતા બોટાદ જીલ્લા ડી.વાય.એસ.પી.-એસ.કે.ત્રિવેદી તથા જીલ્લાના તમામ પી.આઈ.તથા પી.એસ.આઈ.સહીતના પોલીસ અધિકારીઓ હાજર રહી નવા પોલીસ વડા કરણરાજ વાઘેલા નું ભવ્ય સ્વાગત કર્યુ હતુ.બોટાદ જીલ્લાના એસ.પી.તરીકે ચાર્જ સંભાળતા કરણરાજ વાઘેલા સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે સમગ્ર જીલ્લામાં લોકોની શાંતિ અને સલામતી માટે તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં કોઈ કચાશ નહી રખાય.
તસવીર-વિપુલ લુહાર,બોટાદ

Previous articleભાવનગરમાં સરકારી તબીબોએ હડતાળના ચોથા દિવસે સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો
Next articleરાણપુરમાં મોડૅન હોસ્ટેલ ખાતે 95 કીશોરીઓનુ હીમોગ્લોબિન ટેસ્ટ કરવામાં આવ્યુ.