બાડી પડવા માઇનિંગ આંદોલનમાં ખેડૂતો સામેના કેસ પરત ખેંચવા આવેદન પાઠવાયું

831

ભાવનગર તથા ઘોઘા તાલુકાનાં બાર ગામના ખેડૂતો અને સંઘર્ષ સમીતી દવારા જમીન બચાવો તથા માઈનીંગ નામનાં રાક્ષસથી વતનને બચાવવાના આંદોલન થયું હતું. જેમાં ૩૫૦ લોકો સામે ગુન્હો નોંધવામાં આવેલ જે કેસ ખોટી રીતે કરાયા હોવાનું જણાવી કેસ પરત ખેંચવા આજે ભાવનગર કલેકટરને આવેદન પાઠવી માંગ કરાઇ હતી. સંઘર્ષ સમિતિએ આવેદનમાં જણાવ્યું કે, સરકાર દવારા નિર્દોષ ખેડૂત ભાઈઓ, બહેનો અને વૃધ્ધ માતાઓ પર અમાનુષી અત્યાચાર કરી ૩૫૦ જેટલા લોકો ઉપર ખોટી રીતે કલમો લગાડીને કેસ કરવામાં આવ્યા છે. વરતેજ તથા ઘોઘા પોલીસ સ્ટેશનમાં જે કેસ કરવામાં આવ્યા છે તે વહેલી તકે પરત ખેંચી ખેડૂતોને ન્યાય આપવા આ રજુઆતમાં જણાવ્યું હતું.

Previous articleઢોર નિયત્રણ બિલનો વિરોધ નોંધાવી માલધારી સમાજે આપ્યું આવેદનપત્ર
Next articleઅભિનેત્રી તેજસ્વી પ્રકાશે મોંઘીદાટ ઓડી કાર ખરીદી