ખડસલીયા ગામેથી ઈંગ્લીશ દારૂની બોટલો સાથે શખ્સ ઝડપાયો.

71

ઘોઘા પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસોને પેટ્રોલીંગ દરમિયાન બાતમી મળેલ કે ખડસલીયા ગામે ગહારની વાડી વિસ્તાર તરીકે ઓળખાતી પોતાની વાડીમાં એક ઈસમ ઈંગ્લીશ દારૂનું વેચાણ કરે છે,જે આધારે ઉપરોક્ત જગ્યાએ રેઇડ કરતા ત્યાંથી ભગુભાઈ વિરાભાઈ દેસાઈ,ઉ.29,રહે.ખડસલીયા ગામ,આહીર શેરી,તા.જી.ભાવનગરવાળાની અટક કરી તેની પાસેથી મેજીક મુમેન્ટ ગ્રેન વોડકા બ્રાન્ડની 750ml ની બે બોટલો મળી આવેલ,જેની કિં.રૂ.600 ગણી અને તપાસ અર્થે કબ્જે કરી શખ્સ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ કલમ 65 (A) (A) અને 116-B મુજબનો ગુન્હો ઘોઘા પોલીસ સ્ટેશન ખાતે નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Previous articleભાવનગરની પીએનઆર સોસાયટી સંચાલિત નટરાજ સીપી સ્કૂલ દ્વારા દિવ્યાંગ વિદ્યાર્થીઓનો કાર્યક્રમ યોજાયો
Next articleઘોઘાના મફતનગર વિસ્તારમાં રહેતા એક યુવાને સુરતના હજીરા ખાતે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું