શહેરમાં પવિત્ર રમઝાન માસની રોનક જોવા મળી રહી છે

208

રોઝા ઈફતાર વખતે બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે અને પવિત્ર રમજાન માસની રોનક : મસ્જીદોનો રોશનીથી શણગારવામાં આવી છે
મુસ્લીમ બિરાદરોના પવિત્ર રમઝાન માસની શહેર જિલ્લામાં રોનક જોવા મળી રહી છે. જેમાં ખાસ કરીને રોઝા ઈફતાર (રોઝા) ખોલતી વેળાએ શહેરની તમામ મસ્જીદોમાં ભારે રોનક જોવા મળી રહી છે.

રોજદારો એક સાથે રોજા ઈફતાર કરે છે. અને સામુહિક દુવાઓ પણ કરે છે. આજરોજ ભાવનગર શહેરની જુમ્મા મસ્જીદના પેશ ઇમામ શબ્બીર બાપુએ પવિત્ર રમઝાન માસનું મહત્વ સમજાવ્યુ હતું. તેમજ વહેલી સવારે શહેરી અને મોડી સાંજે રોઝા ઈફતારનું મહત્વ સમજાવી સામુહિક દુવાઓ કરી હતી. હાલમાં મુસ્લીમ વિસ્તારોમાં સાંજના સમયે ચિજવસ્તુઓ ખરીદવા ભારે ભીડ અને ટ્રાફીક જોવા મળી રહ્યો છે.

Previous article૨૭ જંતુનાશકો ઉપર સંભવિત પ્રતિંબંધથી કપાસના પાકને જોખમ
Next articleબી એમ કોમર્સ હાઇસ્કુલ ના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં પ્રજ્ઞાચક્ષુઓની આંખો બન્યા