પીજીવીસીએલ કચેરીનાં ભંગારમાં આગ

1474

શહેરના ચાવડીગેટ Âસ્થત બાપુની વાડી વિસ્તારમાં આવેલ પીજીવીસીએલ કચેરીના ખુલ્લા મેદાનમાં બપોરના સુમારે કોઈ કારણોસર આગ લાવતા વેસ્ટ વાયર, વીજ મીટર તથા ટીસીનો જથ્થો સળગી ઉઠતા ફાયરબ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ૩ ગાડી પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો હતો. આ આગમાં મોટા પ્રમાણમાં વેસ્ટ ઈલેક્ટ્રીક સામાન બળીને ભસ્મીભૂત થઈ જવા પામ્યો હતો. આ બનાવમાં આગ લાગવાનું કારણ તથા નુકશાનીનો આંક જાણવા મળ્યો નથી. તસવીર

 

Previous articleDHFL એનસીડી ઇશ્યૂ ૨૨ મેનાં રોજ ખુલશે
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે