રાજસ્થાન રોયલ્સે બેંગ્લોરને હરાવી જીતની સિક્સર લગાવી

208

નવી દિલ્હી,તા.૨૭
રિયાન પરાગની ધમાકેદાર અડધી સદી અને તેમના બોલરોના આકર્ષક પ્રદર્શન થકી રાજસ્થાન રોયલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમને ૨૯ રનથી હરાવી હતી. ૈંઁન્ ૨૦૨૨માં રાજસ્થાનની આ છઠ્ઠી જીત છે. સંજુ સેમસનની આગેવાની હેઠળની રાજસ્થાનની ટીમ આઠ મેચમાં ૧૨ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. રોયલ ચેલેન્જર્સની નવ મેચોમાં આ છઠ્ઠી હાર છે. રાજસ્થાને આપેલા ૧૪૫ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઇઝ્રમ્ની ટીમ ૧૯.૩ ઓવરમાં ૧૧૫ રન જ બનાવી શકી હતી. તેની તરફથી કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે સૌથી વધુ ૨૩ રન બનાવ્યા હતા. વિરાટ કોહલીને ઓપનિંગમાં મોકલવાનો આરસીબીનો નિર્ણય યોગ્ય સાબિત થયો ન હતો. કોહલી ૯ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. તે પ્રસિદ્ધ ક્રૃષ્નાની બોલિંગમાં રિયાન પરાગના હાથમાં કેચ આપી આઉટ થયો હતો. ૧૦ રનમાં વિરાટની વિકેટ ગુમાવ્યા બાદ આરસીબીને ૩૭ના સ્કોર પર વધુ બે ઝટકા મળ્યા હતા. કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ ૨૩ રન બનાવીને ચાલતો થયો હતો. કુલદીપ સેને આગલા જ બોલ પર ગ્લેન મેક્સવેલને દેવદત્ત પડિકલના હાથે કેચ કરાવીને તેનો બીજો શિકાર બનાવ્યો હતો. રજત પાટીદાર ૧૬ રને અશ્વિનના હાથે બોલ્ડ થયો હતો, જ્યારે સુયશ પ્રભુદેસાઈને પરાગના હાથે અશ્વિનને કેચ આઉટ કરાવ્યો હતો. દિનેશ કાર્તિક છ રન બનાવીને રનઆઉટ થયો હતો. શાહબાઝ અહેમદે ૧૭ રન બનાવ્યા હતા. તે અશ્વિનના બોલ પર રિયાન પરાગના હાથે કેચ આઉટ થયો હતો. કુલદીપ સેને ૧૮ના અંગત સ્કોર પર વાનિન્દુ હસરંગાને પોતાના જ બોલ પર કેચ આઉટ કરાવ્યો હતો. મોહમ્મદ સિરાજ ૫ રન બનાવીને આઉટ થયો હતો. રાજસ્થાન માટે આર અશ્વિને ત્રણ અને કુલદીપ સેને ચાર વિકેટ લીધી હતી જ્યારે પ્રસિદ્ધ કૃષ્ણાએ બે વિકેટ લીધી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ચુસ્ત બોલિંગ વચ્ચે રિયાન પરાગે અણનમ અડધી સદી ફટકારી હતી, પરંતુ તેમ છતાં રાજસ્થાન રોયલ્સ તેના દિગ્ગજ બેટ્‌સમેનોની નિષ્ફળતાને કારણે ૮ વિકેટે ૧૪૪ રન જ બનાવી શકી હતી. પરાગે ૩૧ બોલમાં અણનમ ૫૬ રન બનાવ્યા જેમાં ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગાનો સમાવેશ થાય છે. કેપ્ટન સંજુ સેમસને ૨૧ બોલમાં ૨૭ રન બનાવ્યા હતા પરંતુ તેના બેજવાબદાર શોટના કારણે તેની ટીમ બેકફૂટ પર આવી ગઈ હતી. ૪૪ બોલ સુધી મધ્યમાં કોઈ ચોગ્ગા કે છગ્ગા નહોતા પરંતુ પરાગના પ્રયાસોએ છેલ્લી બે ઓવરમાં ૩૦ રન બનાવ્યા હતા. જોશ હેઝલવુડ (૧૯/૨), વાનિન્દુ હસરંગા (૨૩/૨) અને મોહમ્મદ સિરાજ (૩૦/૨) ઇઝ્રમ્ માટે સૌથી સફળ બોલર હતા પરંતુ તેમની ફિલ્ડિંગ સારી ન હતી.

Previous articleશૂલમાં નવાઝુદ્દીન સિદ્દિકીએ વેઈટરનો રોલ કર્યો હતો
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે