શ્રીમતી એમ. એન. એચ. દોશી મિડલ સ્કૂલ પાલીતાણાના વિદ્યાર્થીઓનો માયધાર શૈક્ષણિક પ્રવાસ

477

શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળ પાલીતાણા સંચાલિત શ્રીમતી એમ.એન.એચ. દોશી મિડલ સ્કૂલ પાલીતાણા ના શ્રેણી ૬ થી ૮ના વિદ્યાર્થીઓ તારીખ ૧૨/ ૦૪/૨૨ મંગળવાર સવારે ૮ થી ૧ વાગ્યા સુધી માયધાર લોક વિદ્યાલયમાં સ્પેશ્યલ લક્ઝરી બસ દ્વારા શૈક્ષણિક પ્રવાસમાં ગયેલ. માયધાર સવારના પહોંચી શાળાના મેદાનમાં વિદ્યાર્થીઓએ પ્રાર્થના, બાલગીત અને અભિનય ગીત રજુ કર્યા. માયધાર લોકવિદ્યાલય ના શિક્ષક વિપુલભાઈએ શ્રેણી ૬ થી ૮ પ્રમાણે ત્રણ વર્ગો કર્યા. જેમાં વિદ્યાર્થીઓએ પ્રથમ વર્ગમાં હવાના દબાણના પ્રયોગો, સબમરીન કયા સિદ્ધાંત પર કામ કરે છે, ટર્બાઈન દ્વારા વિદ્યુત કેવી રીતે ઉત્પન્ન થાય છે, બીજા વર્ગમાં હવાના દબાણની પ્રવૃત્તિ, ગતિના પ્રકાશ વિશે અને ત્રીજા વર્ગમાં પ્રકાશના પરાવર્તન, ઈલેક્ટ્રોન અને ન્યુટ્રોનના કણો, અરીસા દ્વારા મળતા પ્રતિબિંબો વિશે સમજણ આપેલ અને વિદ્યાર્થીઓએ જાતે પ્રયોગ કરેલ. શૈક્ષણિક પ્રવાસમાં ગુરુકુળ સંસ્થા તરફથી બસ ભાડું તથા તમામ વિદ્યાર્થીઓને નાસ્તો કરાવેલ. આ પ્રવાસમાં સી. આઈ. વારૈયા પ્રિન્સિપાલ તથા શિક્ષકો રવિનાબેન તેજાણી, શશીકાંતભાઈ મહેતા અને મહેન્દ્રભાઈ કુકરેજાએ સંપૂર્ણ વ્યવસ્થા સંભાળેલ. વિદ્યાર્થીઓને વિજ્ઞાનની પ્રેક્ટીકલ સમજણ મળતા તેઓને આ પ્રવાસમાં ખુબ જ શીખવા અને જાણવા મળેલ.

Previous articleભારતીય અર્થવ્યવસ્થામાં ખેડૂતોનું યોગદાન વધારવા સંશોધિત પ્રાકૃતિક કૃષિ આવશ્યક : ડો. પ્રશાંત જિલોવા
Next articleસીપી, ઓટિઝમ પીડિત સહિત બાળકો માટે દાતાઓએ આપ્યા ૧૦ ડિઝીટલ સ્માર્ટ બોર્ડ