કોસ્ટગાર્ડનાં ઓવરક્રાફ્ટમાં પેટ્રોલીંગ દરમિયાન ખામી સર્જાઈ, તળાજાનાં દરિયા કિનારે દોરડા દ્વારા ખેંચી લાવી બીચ કરવાની ફરજ પડી

86

ઘટનાની દાઠા પોલીસને જાણ કરીને ઝાંઝમેર ગામલોકોની મદદથી ખેંચી લાવ્યા હતા
દેશી ચાચિયાઓ અને દરિયાઈ માર્ગે વધતા નશીલા પદાર્થની હેરાફેરીને લઈ દરિયાઇ સુરક્ષા તંત્ર દ્વારા સઘન પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે જેને લઈ તળાજાનાં ઝાંઝમેર ગામ સામેનાં દરિયામાં કોસ્ટગાર્ડની જવાનોની ટીમ ઓવરક્રાફ્ટ લઈ પેટ્રોલીંગ કરતી હતી. આ ગઈકાલે ટેક્નિકલ ખામી સર્જાતા દાઠા પોલીસનો સંપર્ક કરી તેઓના સહયોગથી ઓવરક્રાફ્ટને દરિયા કિનારે દોરડે બાંધી ખેંચી લાવવામાં આવ્યું હતું.

દરિયામાં કોસ્ટગાર્ડની ટીમ દરિયામાં પેટ્રોલીંગ કરી રહી હતી.એ સમયે મધદરયે ઓવરક્રાફ્ટમાં ટેક્નિકલ ખામી સર્જાતા નજીકમાં ઓવરક્રાફ્ટ બીચ થઈ શકે ત્યાં લઈ જવાની ફરજ પડી હતી, જેના ભાગરૂપે તળાજાનાં ઝાંઝમેર નજીકનાં રમણીય તટપર બીચ કરવા લઈ જવાની ફરજ પડી હતી. ઘટના ની જાણ દાઠા પો.સ.ઇ ને જાણ થતાં પોલીસ કાફલો સ્થળે દોડી ગયા હતા અને દોરડા અને સ્થાનિક લોકોની મદદ મેળવી દરિયા કિનારા સુધી ખેંચી લાવવામાં મદદ કરી હતી. તેમજ પોલીસે હથિયાર ધારી બંદોબસ્ત ગોઠવ્યો હતો,

Previous articleકેટલાક જિલ્લામાં કેસ વધ્યા છે આ ચોથી લહેરનું કારણ નથી
Next articleસાયકલ મેરેથોનમા ફસ્ટેડર તરીકે સેવા આપતા રોવર – સ્કાઉટ