ગુજરાત ગૌરવ રત્ન એવોર્ડથી સન્માનિત થયા હરિભાઈ શાહ

58

જીવદયા પ્રવૃત્તિ સાથે જોડાયેલા હરિભાઈને ગુજરાત સ્થાપના દિવસે સન્માનિત કરાયા
વિશિષ્ટ સેવાકીય પ્રવૃતિઓ માટે માળનાથ સેવા ગ્રુપના હરિભાઈ શાહને ગુજરાત ગૌરવ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
અમદાવાદ ખાતે ગુજરાત સ્થાપના દીને રાજયભરમાં વિશેષ્ટ ધાર્મિક, સામાજીક અને સેવાકીય પ્રવૃતિઓમાં અનેરું યોગદાન આપનાર લોકોને ગુજરાત ગૌરવ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ વિશિષ્ટ સન્માન કાર્યક્રમમાં ૨૨ લોકોને આ સન્માનથી નવાજવામાં આવ્યા હતા. જેમાં ભાવનગરના સેવાકીય પ્રવૃતિઓના ભેખધારી એવા માળનાથ ગ્રુપના હરિભાઈ શાહ (પક્ષી પ્રેમી)નો પણ સમાવેશ થાય છે. નાનપણથી અબોલ પશુ-પક્ષીઓની સેવા કાજે પોતાનું જીવન સમર્પિત કરનાર હરીભાઈ શાહ જેમણે ચકલી બચાવો અભિયાન હેઠળ ઘરે ઘરે ચકલીઓના માળા મુકવામાં આવે તેવા શુભ આશયથી માળા વિતરણના સેંકડો કાર્યક્રમ સતત વર્ષ ૧૯૯૨માં માળનાથ ગ્રુપની સ્થાપનાથી અવિરત કરતા આવ્યા છે. ઉપરાંત ઉનાળામાં અબોલ પક્ષીઓને પીવાના પાણીની કોઈ મશ્કેલીઓ ન પડે તે માટે માટીના પાણીના કુંડાના વિતરણના અસંખ્ય કાર્યક્રમો જેમાં નાની બાળાઓથી લઈને આર્મી જવાનોના હસ્તે અત્યંત જરૂરી કહી શકાય તેવી કામગીરી કરી છે. સાથે સાથે આ અબોલ પશુ અને પક્ષીઓ માટે ચણ અને ઘાસચારા માટે લોકોનો આર્થિક સહયોગ લઈ તેની પણ વ્યવસ્થા કરતા રહે છે. જયારે ઉતરાયણ પર્વ કે જેમાં લોકો પંતગોત્સવની મજા લેતા હોય ત્યારે હરીભાઈ શાહ તેના ગ્રુપ સાથે પતંગ દોરાથી ઘાયલ પક્ષીઓની સારવારમાં તેમજ ઠેર ઠેર લટકતી પતંગની દોરીઓ કે જે પક્ષીઓ માટે ઘાતક બનતી હોય છે તેને ઉતારવાની કામગીરી કરી દર વર્ષે અંદાજીત ૫૦ કિલોથી પણ વધુ દોરીઓ ઝાડ, થાંભલા, અગાસી પરથી ઉતારી તેનો નાશ કરી પક્ષીઓને સલામતી પુરી પાડે છે. આવી અબોલ પશુપક્ષીઓ અંગેની વિશિષ્ટ કામગીરી વરસોથી કરનાર હરિભાઈ શાહને ગુજરાત ગૌરવ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે હરિભાઈ શાહે સન્માનના પ્રતિભાવમાં જણાવ્યું કે, આ સેવાની ભેખ માટે મને મારી માતુશ્રી કમળામાં એ પ્રેરિત કર્યો છે આજે જે એવોર્ડ મળ્યો છે તે તેના થકી અને તેના આશિવાર્દથી જ બધું શકય બન્યુ છે . તે કહેતી કે સૌનું ભલું કરો એમાં આપણું ભલું થાય. તથા આ મારો નહીં પરંતુ મારી ટીમનો એવોર્ડ ગણાય કારણકે, એકલે હાથે તાળી ન પડે બધાનો સાથ સહકાર હોય તો જ સેવા પણ શકય બને છે. મિત્રો રાજુભાઈ ચાહાણ (પશુપક્ષીનાં ચિકિત્સક) દર્શન ચૌહાણ (કેમેરામેન) વિગેરે માળનાથ ગ્રુપના દરેક સભ્યોને આભારી છે.

Previous articleપ્રભુદાસ તળાવમાં યુવાનની હત્યા કરનાર ત્રણ શખ્સોને આજીવન કેદની સજા ફટકારાઇ
Next articleદરેક વ્યક્તિ માત્ર કામ ઈચ્છે છે, સારું કામ ઈચ્છે છે : કાર્તિક