મામલતદારની ઓફિસમાં કર્મીની આતંકી દ્વારા હત્યા

23

જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓની વધુ એક નાપાક હરકત આતંકીઓ ફરી હિન્દુઓને ડરાવવા પ્રયાસ કરી રહ્યાં છે
શ્રીનગર, તા.૧૨
જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ સતત પોતાના નાપાક હરકતોને અંજામ આપતા રહે છે. હવે કાશ્મીરના ઘાટીમાં કાશ્મીરી પંડિતોને ડરાવવાનો પ્રયાસ આતંકીઓએ કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર આતંકીઓએ મામલતદાર ઓફિસમાં અલ્પસંખ્યક સમુદાયના કર્મચારીને ગોળી મારી છે. જેને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન આ યુવકનું મોત થયું છે. જાણકારી અનુસાર આ ઘટના જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લા સ્થિત ચદૂરા મામલતદાર કાર્યાલયમાં થઈ છે. આતંકીઓ ફરી હિન્દુઓને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. બુધવારે આતંકીઓએ બડગામ સ્થિત મામલતદાર કાર્યાલયમાં એક કર્મચારીઓ પર ગોળીઓથી હુમલો કર્યો હતો. ગોળી લાગનાર વ્યક્તિ અલ્પસંખ્યલ સમુદાયનો છે. તેની ઓળખ કાશ્મીરી પંડિત સમુદાયના સભ્ય રાહુલ ભટના રૂપમાં થઈ છે.
કાશ્મીર પોલીસે જણાવ્યુ કે, કર્મચારીને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હાલ તે વ્યક્તિની સ્થિતિ ગંભીર છે. આ ઘટના બાદ સુરક્ષાદળોએ તે વિસ્તારની ઘેરાબંધી કરી લીધી છે અને સઘન ચેકિંગ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે. કાશ્મીર પોલીસે આપેલી માહિતી પ્રમાણે, મામલતદાર કાર્યાલય ચદૂરા, બડગામમાં આતંકીઓએ અલ્પસંખ્યક સમુદાયના એક કર્મચારી રાહુલ ભટ પર ગોળી ચલાવી છે. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.