ભાવનગરમાં ઈન્ડિયન પોટાશ લિમિટેડ દ્વારા કોર્પોરેટિવ સેમિનારનું આયોજન કરાયું, ખેડૂતોને ખાતરના વપરાશ માટેની માહિતી અપાઈ

25

નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ તત્વની પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી
ભાવનગરમાં ઈન્ડિયન પોટાશ લિમિટેડ દ્વારા આજરોજ હિમાલયા મોલ રોડ પાસે આવેલી હોટલ સરોવર પોર્ટિકો ખાતે કોર્પોરેટિવ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન પોટાશ લી. છેલ્લા છ દાયકાથી ખેડૂતોની સેવામાં કાર્યરત છે. કંપની વિદેશથી રાસાયણિક ખાતરો આયત કરીને ખેડૂતો સુધી પહોંચાડવાનું કામ કરી રહી છે. આ કાર્યક્રમના પ્રમુખ જીવરાજ ગોધાણી એ જણાવ્યું હતું કે, મંડળીના મંત્રીઓ એ ખેડૂતો વચ્ચેની કડી છે તેઓએ ખેડૂતોને ખાતરના વપરાશ માટે માહિતી આપી હતી. ખાતર વાપરી ઉત્પાદન વધુ પ્રમાણમાં મેળવી શકાય, સાથે કપાસ, મગફળીના પાકમાં પોટાશ યુક્ત ખાતર વાપરવું જોઈએ જેથી પાકની ઉપજ અને સારી ગુણવત્તાનો પાક થાય છે.

બી.એમ.ભંડારીએ અમુલની કામગીરીની માહિતી આપતા જણાવ્યું હતું કે, ગામડાઓમાં ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવું જોઇએ જેથી ખેડૂતોની આવક વધે, ખેડૂતોએ સારી ગુણવત્તાના રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવો જોઈએ જેથી ઉત્પાદનમાં વધારો થાય જે ખેડૂતોના હિતમાં છે. આર.વી.સિંહ એ જણાવ્યું હતું કે, સહકારી માળખાને મજબુત બનાવવાની જરૂર છે ભારત સરકારે સહકારી મંત્રાલય બનાવ્યું છે. આ મંત્રાલયનો ફાયદો લેવો જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગામડાની મંડળીઓ સધ્ધર થશે તો ગામડાંના ખેડૂતોને લાભ આપો આપ થશે. વી.ડી.ચૌધરીએ નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ તત્વની વિસ્તૃત માહિતી આપી હતી. તેમજ જણાવ્યું કે, ખેતીમાં સહપ્રમાણમાં આ તત્વો વાપરવા જોઈએ. જેથી ખેતીમાં પાકની ઉપજ અને સારી ગુણવત્તા પાક તૈયાર થાય, આ સેમિમારમાં ભાવનગર જિલ્લાની મંડળીઓના ચેરમેન અને સેક્રેટરીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.