રાણપુર તાલુકાના ચંદરવા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો.

72

ચંદરવા, ચારણકી, વેજળકા, સુંદરીયાણા, દેવગાણા, જાળીલા ૬ ગામના લોકોએ સેવા સેતુ કાર્યક્રમનો લાભ લીધો…
બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના ચંદરવા ગામે ૮ માં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઈ સોલંકી, તાલુકા ભાજપના પ્રમુખ મયુરભાઇ પટેલ, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન ભગવતસિંહજી દાયમા, કારોબારી સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ પરમાર,

ન્યાય સમિતિના ચેરમેન હીરાભાઈ ખાણીયા, તાલુકા ભાજપના મહામંત્રી અને તાલુકા પંચાયતના સદસ્ય પ્રવીણભાઈ બાવળીયા, જિલ્લા યુવા મોરચાના મંત્રી જીગરભાઈ મુંધવા, તાલુકા પંચાયતના સદસ્ય ઘનશ્યામભાઈ માણસુરીયા, ચંદુભાઈ મકવાણા, ઇશ્વરભાઇ પંચાળા,નાયબ તાલુકા વિકાસ અધિકારી રોનકભાઈ પટેલ,નાયબ મામલતદાર બી.પી. રાણા અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને સરકારના વિવિધ વિભાગના અધિકારી અને કર્મચારી ની ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો.આ સેવા સેતુ કાર્યક્રમ માં રાણપુર તાલુકાના ચંદરવા, ચારણકી, વેજળકા, સુંદરીયાણા, દેવગાણા, જાળીલા એમ કુલ ૬ ગામને આ કાર્યક્ર્મ થી જોડવામાં આવ્યા હતા.
તસવીર-વિપુલ લુહાર,રાણપુર