ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્નથી નવાજવાની માગ સાથે કોંગ્રેસે રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું

47

મહારાજાનાં ચિત્રવાળા ટીશર્ટ પહેરી રેલી સ્વરૂપે કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરાઈ
ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન આપવાની માગ સાથે કોંગ્રેસે રેલી યોજી કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી. અખંડ ભારતની રચના માટે સમગ્ર ભારત દેશમાં સૌ પ્રથમ રજવાડું રાષ્ટ્રને અર્પણ કરનારા મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્નથી નવાજવાની માગ સાથે કોંગ્રેસ દ્વારા આજરોજ મહારજાનાં ચિત્રવાળા ટીશર્ટ પહેરી રેલી યોજી કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી.

ભાવનગરના પ્રજા વત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્નથી નવાજવામાં આવે તેવી ભાવનગરનાં નાગરિકો તેમજ ભાવનગર શહેર જિલ્લા કોંગ્રેસ સમિતીની લાગણી તેમજ માંગણી છે. તે લાગણી સરકાર સુધી પહોંચાડવા આજે મહારાજ શ્રીકૃષ્ણકુમારસિંહજીનાં ટીશર્ટ પહેરી મહારાજ કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમા, નિલમબાગ સર્કલથી કલેક્ટર ઓફિસ પગપાળા રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપી મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્નથી નવાજવામાં આવે તેવી માગ કરી હતી.
ભાવનગરનાં નેકનામદાર મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીએ પ્રજાને પીવાનાં પાણી માટે બોરતળાવ અને ગંગાજળીયા તળાવ, આરોગ્ય માટે સર ટી.હોસ્પિટલ, શિક્ષણ માટે માજીરાજ કન્યા શાળા, કુમારશાળા, શામળદાસ કોલેજ, સાયન્સ કોલેજ, આર્યુવેદ કોલેજ, મંદિરોમાં તખતેશ્વર મહાદેવ, જશોનાથ મહાદેવ, ગંગાદેરી, જેવા અનેક ધાર્મિક સ્થળોના નિર્માણ ઉપરાંત સમગ્ર એશિયામાં તેઓની દીર્ઘ દ્રષ્ટિ થી ગટર લાઇન આખા વિશ્વમાં પ્રખ્યાત છે અને લોકોને હરવા ફરવા માટે પિલગાર્ડન, મોતીબાગ, મહિલા બાગ, જેવા બગીચા બનાવ્યા હતા. તેમજ રેલવે લાઇન અને લોકોની સુખાકારી માટેના કાર્યો કરેલા છે.

Previous articleઅમરનાથ યાત્રાની સુરક્ષાને લઈને સરકાર એલર્ટ, અમિત શાહે યોજી ઉચ્ચ સ્તરીય બેઠક
Next articleભાવનગરના રૂવાપરી વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી પીવાનું પાણી ન મળતા સ્થાનિકોમાં રોષ, મહિલાઓ રજૂઆત કરવા મનપા કચેરીએ દોડી આવી