નેસવડ ભાખલ રોડ પર ત્યાં પીજીવીસીએલ ના આંખો આડા કાન

72

નેસવડ ગામ માંથી પસાર થઈને ભાખલ જવાના રોડ પર પીજીવીસીએલ ના અંદાજિત 8થી9 થાંભલા પોલ પરથી ચાલુ વિજ લાઈનના તાર રસ્તા પર
ગામ લોકો વારંવાર રજૂઆત કરવા છતાં પણ ગામ લોકોને નિરાશા મળી
ભાખલ જવાના રોડ પરથી પસાર થતા હોય ત્યારે જીવ જોખમે માં પસાર થવું પડે છે સ્થાનિક નેસવડ ગામ ના લોકો પાસે જાણવા મળતી માહિતી મુજબ 15 થી 20 દિવસ પહેલા પણ જાણ કરવામાં આવી હતી છતાં પણ પીજીવીસીએલ કોઈપણ એક્શન લીધી ન હતી સ્થાનિક ગામના લોકો પાસે જાણવા મળ્યું હતું કે તે જ્યારે પણ જાણ કરીએ છીએ ત્યારે એક જ જવાબ મળે છે ટીમ હાજરમાં નથી હાલ પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે ખેડૂતોને ત્યાંથી સોમાસુ માથા પર આવી રહ્યું છે તેના કારણે ભેંસો અને ગાયો માટેની એક જગ્યાએથી બીજી જગ્યાએ ઘાસચારો પશુઓ માટે લઈ જવા માટે ત્યાંથી પસાર થવા માટે કોઈ બીજો રસ્તો નથી તો ખેડૂતોએ મોટી ચિંતા વ્યક્ત કરી હતી અને ત્યાંથી પસાર થતા લોકો ભારે ભયભીત થઈને પસાર થઈ રહ્યા છે છતાં પણ પીજીવીસીએલ ને જીવની કોઈ કિંમત નથી
રિપોર્ટ મૂળશંકર જાળેલા…