નવાપરા ચિંતામણી પાર્શ્વનાથ જીનાલયના ૬૨માં વર્ષગાંઠ મહોત્સવનો થયેલો પ્રારંભ

42

જૈનાચાર્ય પૂ. રાજહંસસુરીશ્વરજી મ.સા ની નિશ્રામાં ત્રણ દિવસ મહોત્સવ, ડે.મેયર કુમાર શાહ પરિવાર દ્વારા શનિવારે સંઘ જમણ
ભાવનગર, તા.૧૯
ભાવનગરના નવાપરા વિસ્તારમાં આવેલ પ્રાચીન જૈન દેરાસરની ૬૨મી સાલગીરી ઉજવણીનો ત્રી-દિવસીય મહોત્સવનો આજથી ભાવભેર પ્રારંભ થયો છે. વર્ષગાંઠ મહોત્સવમાં પ.પૂ.આ.ભ. શ્રીમદ્દ વિજય રાજહંસસુરી મહારાજા -આદિ ઠાણાની નિશ્રા પ્રદાન થઈ છે. ભાવનગર જૈન શ્વે.મૂ. પૂ. તપસંઘ સંચાલિત નવાપરા ચિંતામણી પાર્શ્વનાથ દાદાના જીનાલયની ૬૨મી વર્ષગાંઠ નિમિતે ત્રી-દિવસીય મહોત્સવ આયોજીત થયો છે. જેમાં પ્રથમ દિવસે આજે ગુરૂવારે અઢાર અભિષેક યોજાયેલ.

કાલે શુક્રવારે પ્રગટ પ્રભાવી ૧૦૮ પાર્શ્વનાથ મહાપુજન ભણાવાશે. શનિવારે વર્ષગાંઠના દિવસે સત્તરભેદી પૂજા બાદ સવારે ૭.૧૫ કલાકે ધ્વજાની શોભાયાત્રા યોજાશે. સવારે ૮.૪૫ કલાકે ધ્વજારોહણ થશે બાદમાં નવકારશી રાખેલ છે. વર્ષગાંઠ પ્રસંગે બપોરે સંઘ સ્વામીવાત્સલ્ય યોજાશે જેના લાભાર્થી પ્રવિણાબેન ખાંતિલાલ શાહ પરિવાર, પ્રિનાબેન પ્રેયશભાઈ શાહ અને બંસરી કુમારભાઈ શાહ (ડે. મેયર), શ્રેણીક- હસ્તી છે. રાત્રે પ્રતિમાજીને ભવ્ય અંગ રચના સાથે ભાવના રાખવામાં આવી છે.

Previous articleજોન કક્ષાએ ફૂટબોલ સ્પર્ધામાં ભાવનગર જિલ્લાની આગેકૂચ જારી
Next articleઅનુજની બહેન માલવિકા આખરે શો છોડી રહી છે