બે વર્ષથી ગુનાના કામે ફરાર તરસરાના શખ્સને ઝડપી લીધો

1762

તળાજા પોલીસ મથકમાં બે વર્ષ પૂર્વે નોંધાયેલ અપહરણના ગુનાના કામે ફરાર તરસરા ગામના શખ્સને એલસીબી ટીમે શહેરની મેઈનબજારમાંથી ઝડપી લીધો હતો.

ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પો.કોન્સ. તરૂણભાઇ નાંદવાને બાતમી મળેલ કે,તળાજા પો.સ્ટે. ઇ.પી.કો. કલમઃ-૩૬૩, ૩૬૬ મુજબનાં ગુન્હાનાં કામે નાસતાં-ફરતાં આરોપી બીપીન ગીજુભાઇ વેગડ રહે.તરસરા તા.તળાજાવાળો ઓરેંજ કલરનો આખી બાયનો શર્ટ તથા બ્લ્યુ કલરનું જીન્સ પહેરેલ અડધી દાઢી રાખેલ ભાવનગર, મેઇન બજારમાં ખરીદી કરવા માટે આવેલ છે.અને હાલ ભાવનગર મેઇન બજાર,મશહુર જયુસ પાસે ઉભો છે.જે બાતમી આધારે જગ્યાએ આવતાં બિપીનભાઇ ગીજુભાઇ શીવાભાઇ વેગડ ઉ.વ.૨૩ મળી આવતાં તેનાં વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી તેને ગંગાજળીયા પો.સ્ટે.માં સોંપી આપવામાં આવેલ. આ કામગીરીમાં એલ.સી.બી.નાં પો.ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં કિરીટસિંહ ડોડીયા, મહિપાલસિંહ ગોહિલ, તરૂણભાઇ નાંદવા, જયરાજસિંહ ખુમાણ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

Previous article૫ મહિનામાં ભાવ. શહેર-જિલ્લામાં ૩પ૪૪ માનવ જીંદગી બચાવી લીધી
Next articleસરદારનગરમાં કપિરાજનું આગમન