એશિયા કપમાં ઈન્ડોનેશિયાને ૧૬-૦થી હરાવ્યું, પાકિસ્તાનને પછાડીને ટીમ ઈન્ડિયા સુપર-૪માં ક્વોલિફાઈ થઈ

19

ભારતીય હોકી ટીમે એશિયા કપની છેલ્લી પૂલ મેચમાં ઈન્ડોનેશિયાને ૧૬-૦ના મોટા માર્જીનથી હરાવીને સુપર-૪માં પ્રવેશ કરી લીધો છે. આ જીતની સાથે જ ભારતના પોઈન્ટ્‌સ પાકિસ્તાન જેટલા થઈ ગયા છે. જો કે ભારતને ગોલ અંતર પણ પાકિસ્તાનથી સારા કરવાના હતા અને તે માટે ૧૬ ગોલના અંતરથી જીત જરૂરી હતી. ભારત રેકોર્ડ આઠમી વખત આ વખતે ટૂર્નામેન્ટની ફાઈનલમાં પહોંચી ગયું છે. જે બાદ પાકિસ્તાને ૬ વખત ટૂર્નામેન્ટમાં જગ્યા નથી બનાવી શક્યું. આ ભારતની સૌથી મોટી જીત નથી. ભારતની સૌથી મોટી જીતનો રેકોર્ડ ૧૯૩૨ ઓલિમ્પિકમાં નોંધાયો હતો. જ્યારે ભારતે અમેરિકાના ૨૪-૧થી હરાવ્યું હતું.