મોવિયા ગામે વડવાળી જગ્યા માં “ખીમદાસબાપુ” એવોર્ડ સમારોહ યોજાયો હતો

88

મોવિયા ધામ સંતશ્રી ખીમદાસ બાપુ ચૈતન્ય સમાધિ મંદિર માં અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ થતી હોય છે.. પ.પુ અલ્પેશ બાપુ એ શરૂઆત નુ સ્વાગત પ્રવચન કરી સૌ આમંત્રિત મહેમાનો ને આવકાર્યા હતા. આ કાર્યક્રમના અધ્યક્ષપ.પુ મહંતશ્રી ભરતબાપુ તથા ગોંડલ રાજવી પરીવારના રાજકુમાર સાહેબ જયોર્તીમયસીંહજી ઓફ હવા મહેલ કહ્યુ કે કોરોના કાળની મહામારીમાં અનેક રત્નો એ ગોંડલ નુ ભલુ કર્યું છે. શુકદેવજી એ ગંગાના કીનારે પરીક્ષીત રાજા ને પ્રથમ ભાગવત કથારસપાન કરાવ્યૂ હતું. મારી ગોડલની વિદ વિદ ક્ષેત્ર ની વિશીષ્ટ પ્રતીભાઓ ને સન્માનીત કરતા હુ ખુબ જ હર્ષ ની લાગણી અનુભવુ છુ. ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ….આ વખતનો 2022નો એવોર્ડ ગોંડલ મામલતદાર કે.વી નકુમ સાહેબ ને અર્પણ થયો હતો. તેમણે પોતાનો પ્રતિભાવ આપતા કહ્યું હતું કે ચૈતન્ય સમાધિ એ સાંજે ધુપ કરવો પડતો નથી પરંતુ એમની મેળે સમાધિના ધુપની ભભકથી મંદિર મહેકતુ હોય છે, એમની ચેતના નો રણકાર થતો હોય છે, એ સમાધિની સેવાપુજા કરનાર સાધુ પુરુષનુ જીવન કપાસના ફુલ જેવુ દુધથી પણ પવિત્ર અને ઉજળુ હોય છે.તેમજ સ્વાસ્થ્ય વિભાગમાં એવોર્ડ સ્વિકારનાર ડો. પીયુષ સુખવાલા સાહેબે પોતાને એવોર્ડ મળ્યો એ બદલ પ.પુ.મહંત શ્રી ભરતબાપુ નો આભાર માની સમાધિના આશીર્વાદ મેળવ્યા હતા. સંતવાણી ક્ષેત્રમાં એવોર્ડ સ્વિકારનાર સાગર મેસવાણીયા કહ્યુ હતુ કે એવોર્ડ સાથે લાખ રુપીયા રાશી મળે તો એ લાંબો સમય સુધી ટકતી નથી પરંતુ સંત ખીમદાસ બાપુ ની સમાધિ ના જો અમોને આશીર્વાદ મળી જાય તો એ અમારી પેઢીયુ ની પેઢી સુધી ટકતા હોય છે. એશીયાટીક કોલેજ ના ચેરમેન ગોપાલ ભાઇ ભુવાએ પોતાનો પ્રતીભાવ આપતા જણાવ્યું હતુકે આ જગ્યા સાથે અને પ.પુ મહંતશ્રી ભરતબાપુ સાથે ધણા વર્ષો થી હુ સંકળાયેલ છુ. એમની તમામ સેવાકીય પ્રવૃત્તિ લોક કલ્યાણ ની હોય છે. એમના દ્વારા થતા સતકાર્યો વંદનીય હોય છે… દર વર્ષે યોજાતા એવોર્ડ સમારંભ ના કાર્યક્રમમા સક્રિય મારગદર્શકની ભુમીકા ભજવીને કાર્યકતા ને પ્રેરક બળ પુરુ પાડનાર ગોપાલભાઇ ભુવાએ આ દેહાણની જગ્યા ના ૪૦૦વર્ષ જુના ઇતિહાસ ની વાત કરી હતી.તેમજ સામાજિક ક્ષેત્રમાં ગોડલ સેટમેરી સ્કુલ ના શિક્ષક પ્રતીપાલસીહ જાડેજા એ એવોર્ડ સ્વીકાર્યો હતો. તેમજ સંગીતક્ષેત્રે ઉસ્તાદ ભરત સોલંકી અને ઉધોગક્ષેત્રે લખમણભાઇ પટેલ એવોર્ડ સ્વિકારી સમાધીને વંદન કર્યા હતા. અને વીચરીત વિમુકત જાતી ના ઉતકર્ષ માટે કામ કરનાર દેવરાજ રાઠોડએ તેમજ શીક્ષણ ક્ષેત્રમા સરસવતી શીશુ મંદિર વતી યોગેન્દ્ર સીહ ઝાલા એ, કારકીર્દી માર્ગદર્શન માં હનુમંત એકેડેમી એ એવોર્ડ સ્વિકારીને પ.પુ ભરતબાપુ નો આભાર માન્યો હતો. આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ભાવેશ બાપુ, મનીષ ખુટ, ભુપત કોળી, ચંદુભાઇ હીરાણી, કરણભાઇ ગોડલીયા મહેશભાઇ ટારીયા, આશીષ અદા ગીરધરભાઇ સરધારાઅને રવીભાઇ હીરાણી જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટ મૂળશંકર જાળેલા..

Previous articleઅમરનાથ યાત્રા પર આવનાર દરેક યાત્રીએ આરએફઆઇડી ટેગ લગાવવું ફરજીયાત
Next articleઆનંદનગર SBI માં ઘરની ધોરાજી, ૨ મહિનાથી બારકોડ સ્ટીકર ખાલી