સિહોરમાં લોકપ્રશ્નનો સુખદ ઉકેલ : લોકોમાં થયેલી રાહત

857

 

સિહોરની પવિત્ર નદી કે ગૌતમી નદી ઘણા જ સમયથી પ્રદુષિત હતી જે સત્તાધીશોને વારંવાર રજૂઆત થતા આખરે નીચેની સોસાયટીઓમાં માંગ સંતોષાઈ જેમાં પુનિતનગર, શિવશક્તિ, કૈલાસનગર, જગદિશ્વરાનંદ, કેશવપાર્ક, અલ્કાપુરી સહિતની સોસાયટીમાં ગૌતમી નદીમાં જે ગટરના પાણી વહેતા જેના હિસાબે ભયંકર દુર્ગંધ આવતી અને મચ્છરના ઉપદ્રવને લીધે હિજરત કરવી પડે તેવી પરિસ્થિતિ હતી. આખરે પાલિકા દ્વારા આ માંગ ધ્યાને લઈ ગૌતમી નદી સફાઈ અભિયાન શરૂ કરેલ છે. જેના શ્રીગણેશ આજથી થતા ઉપરોક્ત સોસાયટીના રહિશોએ હર્ષની લાગણી અનુભવી છે. ગૌતમી નદીમાં વહેતા પ્રદુષિત પાણી બંધ થયેલ. આ પ્રોબ્લેમ દુર થશે માટે લોકો દ્વારા પણ જણાવાયું છે કે, ખુલ્લામાં વહેતી ગટરો બંધ કરી કાયમી ઉકેલ લાવવો જરૂરી છે.

Previous articleજાફરાબાદ તાલુકામાં જળાશય ઉંડુ ઉતારવાની કામગીરીનો પ્રારંભ
Next articleપાલીતાણા,તા.પં. કચેરીમાં ફોર્મ ફીના નામે ઉઘરાણા કરાતા દેકારો